તક્ષશિલા અગ્નિ કાંડ પર બન્યો ગણેશ પંડાલ, લાયસન્સ વગર એન્ટ્રી નહિ

0
44

સુરત,

ગુજરાતમાં ગણેશ મહોત્સવની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતમાં પણ ભક્તો શ્રદ્ધાપૂર્વક બાપ્પાની પૂજા-અર્ચના કરી રહ્યાં છે. સુરતમાં ઠેર-ઠેર મોટા-મોટા પંડાલમાં રિદ્ધિ-સિદ્ધિના દેવતાના સ્થાપના કરવામાં આવી છે. અડાજણ વિસ્તારમાં ચકચારી તક્ષશિલા આગ દૂર્ઘટનાની થીમ ઉપર પંડાલમાં તૈયાર કરવામાં આવ્યો છે.

સુરતના અડાજણ ખાતે આવેલ ગાર્ડન ગ્રુપ દ્વારા પંડાલમાં દુંદાળા દેવના દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભક્તોને લાઇસન્સ વગર એન્ટ્રી આપવામાં આવતી નથી તેમજ જેમને લાઇસન્સ કઢાવવા હોય તેની પણ બધી માહિતી અહીં આપવામાં આવે છે.ઉપરાંત અહીં સુરતમાં જે તક્ષશિલા આગ દુર્ઘટના બની હતી તેની થીમ બનાવવામાં આવી છે.

અહીં કાશ્મીરમાં 370 ની કલમ જે નાબૂદ કરવામાં આવી તે પણ બતાવવામાં આવી છે.આ તમામની સાથે ભકતોની ભક્તિ અને આસ્થા જળવાઈ રહે અને પર્યાવરણનું પણ ખાસ ધ્યાન રહે તેવી શ્રીજીની મૂર્તિ બનાવમાં આવી છે જેમાં ગણપતિ બાપાની ઈકો ફ્રેંડલી મૂર્તિ બનાવવામાં આવી છે. જેનું વિસર્જન પણ ગણપતિ જાતે જ કરશે એ રિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરતમાં ગણપતિ જાતે જ પોતાનું વિસર્જન કરે એ દેશમાં પ્રથમ વાર બનશે .હાલ તો આ ગણપતિ સુરતવાસીઓમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here