સુરત : ગણેશ ઉત્સવમાં બીયરની બોટલો સાથે ઝૂમ્યા ‘ભક્તો’, આઠ લોકોની અટકાયત

0
0

સુરત : સુરતમાં (surat) ગણેશ ઉત્સવ દરમિયાન (Ganesh Utsav)બીયર (Beer) પીને ઝૂમી રહેલાં યુવકોનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો સુરતના ગોલવાડ વિસ્તારનો છે. આ વીડિયો (Video)માં દારૂ પીને જોઈને ઝૂમી રહેલાં દેખાય રહ્યો છે. ગણેશજીની પ્રતિમા લઈ જતી વખતે દારૂ પીને ઝૂમી રહેલાં લોકો દેખાઈ રહ્યા છે. આ મામલે વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આઠની અટક કરી તેમની પૂછપરછ શરૂ કરી છે. પોલીસે આ મામલે ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો પણ દાખલ કર્યો છે.


સુરત પોલીસના PRO જે.કે. પંડ્યાએ જણાવ્યું હતું કે સુરત શહેરના મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગોલવાડ વિસ્તારના શિવગણેશ યુવક મંડળના કેટલાક યુવકો નશાની હાલતમાં ડાન્સ કરી રહેલા યુવકોનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસે આઈ.પી.સી.ની કલમ 143 295 (ક) મુજબ લોકોની ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો દાખલ કરેલો છે.

પોલીસે આ મામલે આઠ આરોપીઓ કમલેશ રાણા, તેજસ રાણા, રોશન રાણા, અમિત રાણા, અનિલ રાણા, અશરફ ખાન પઠાણ, રજનીકાંત રાણાની અટક કરી ગુનાની વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ આ વીડિયો વિશે પ્રતિક્રિયા આપતા સુરતના (surat) ધારાસભ્ય (MLA) અરવિંદ રાણાએ જણાવ્યું હતું કે આ વીડિયો જો ગુજરાતનો કે સુરતનો હશે તો પોલીસ ચોક્કસપણે પગલાં ભરશે પરંતુ જો વીડિયો ગુજરાત બહારનો હશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકશે નહીં.

આ વીડિયો(Video) સુરતના (surat) ગોલવાડ વિસ્તારના વાડી ફળિયાનો હોવાની પુષ્ટી થઈ છે. આ ઘટના ખૂબ જ શરમજનક ઘટના છે. એક તરફ ગણપતિજીની સવારી આવી રહી હતી ત્યારે યુવાનો ‘નશા શરાબમેં હોતા તો ઝૂમતી બોટલ’ ગીત પર હાથમાં બીયરની બોટલો લઈને નાચી રહેલાં વીડિયો(Video)માં જોવા મળે છે.

ગાંધીના ગુજરાતમાં દારૂ નથી મળતો એ ફક્ત વાતો : પ્રફુલ તોગડિયા
આ વીડિયો (Video) બાદ ભગવાનના નામે ઉત્સવોમાં આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય છે તવા સવાલો ઉભા થઈ રહ્યા છે. કોંગ્રેસના નેતા પ્રફુલ તોગડિયાએ જણાવ્યું કે આખા ગુજરાતમાં દારૂબંધની(Liqour ban) વાતો કરવામાં આવે છે. સુરત અને ગુજરાતમાં બે મોઢે દારૂ મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના સાશનમાં યુવાપેઢીને બગડતી અટકાવા કડક કાર્યવાહી કરવી જરૂરી છે. ગણપતિ બાપાનો તહેવાર છે. આપણે પૂજન કરતા હોઈએ ત્યારે આ પ્રકારનું કૃત્યુ યોગ્ય નથી.

ધર્મના નામે ધતિંગ ચલાવી લેવામાં નહીં આવે : ભજીયાવાલા
ભાજપના નેતા નીતિન ભજીયાવાલાને જણાવ્યું હતું કે ધર્મના નામે ધતિંગ ચલાવી લેવામાં નહીં આવે. જે કોઈ પણ વ્યક્તિ આ કૃત્યમાં સંડોવાયેલ હશે જેમના નામે પોલીસ પરવાનગી લઈને ગણપતિની રવાડી કાઢવામાં આવી હશે તેની સામે પગલાં લેવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here