બનાસકાંઠા માં ગણેશ ઉત્સવ ની ધામધૂમથી ઉજવણી,

0
0
ગણેશ ચતુર્થીને લઈને બનાસકાંઠા જિલ્લાનું વાતાવરણ ભક્તિમય બની ગયું છે ત્યારે જિલ્લા પોલીસવડાએ પણ પોતાના નિવાસ્થાને ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી હતી અને  શોભાયાત્રા નીકળી હતી.
જિલ્લાનું વાતાવરણ ભક્તિમય બની ગયો છે ગણેશ ચતુર્થીને લઇને ઠેર ઠેર ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રા યોજાઇ રહી છે તે ગણેશ સ્થાપન થઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસવડા પ્રદીપ સેજુળ એ પોતાના નિવાસસ્થાને ગણપતિ દાદાની પૂજા અર્ચના અને આરતી કરી હતી જેમાં સમગ્ર જિલ્લાવાસીઓ તેમજ પોલીસ હેડ ક્વાર્ટરના રહીશો જોડાયા હતા અને પૂજા અર્ચના કર્યા બાદ શોભાયાત્રા દ્વારા ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગણપતિ દાદાને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા હતા અને ત્યાં તેમની સ્થાપના અને પૂજા અર્ચના કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસના પીઆઈ ડીવાયએસપી પીએસઆઇ સહિતના સ્ટાફ જોડાયો હતો
બાઇટ : પ્રદીપ સેજુળ, એસ.પી. બનાસકાંઠા
રિપોર્ટર :  ગીરીશ જોષી, CN24NEWS, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here