ગણેશજીનાં મનપસંદ છે મોદક, તમારા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

0
0

ગણેશ ચતુર્થીનો તહેવાર આવે એટલે ભક્તોમાં વિવિધ મોદક બનાવવાની હરીફાઈ શરૂ થઇ જાય છે. મોદક મીઠો હોય છે અને તે એક સૌથી લોકપ્રિય મીઠાઈ છે. ચોખાનાં લોટ, નારિયલ, ઘી અને ગોળથી તૈયાર કરેલા આ મોદક જેટલા સ્વાદિષ્ટ હોય છે એટલા જ શરીર માટે ફાયદાકારક પણ હોય છે.

આજે માર્કેટમાં વિવિધ પ્રકારનાં મોદક વેચાઇ રહ્યા છે, જે ખૂબ જ હેલ્દી રીતે બનાવવામાં આવે છે. તો જો તમને પણ તમારું આરોગ્ય ગમે છે, તો પછી મોદક સ્ટફિંગ કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખો. આરોગ્ય માટે ફાયદાકારક એવી વસ્તુઓ ભરો. એટલું જ નહી, મોદક તળવાને બદલે બાફીને રાંધવા. ચાલો હવે જાણો મોદકનાં ફાયદાઓ કયા છે.

આરોગ્ય માટે ફાયદાકારક છે મોદક

પાચન ક્રિયા કરે છે મજબૂત- મોદકમાં રહેલ નારિયલ તમારા પાચનમાં સુધારો કરવામાં અને ત્વચાને તેજસ્વી બનાવવા, દાંતમાં સડો થવા અને બ્લડ પ્રેશરને સ્થિર કરવામાં મદદ કરે છે. જેને ‘શ્રી-ફળ’ અથવા ભગવાનનાં ફળ તરીકે ઓળખવામાં આવે છે.

ડાયાબિટીસ- જો તમે ડાયાબિટીસનાં દર્દી છો, તો પણ તમે મોદક લઈ શકો છો. ચોખા, નારિયલ, ગોળ ઉકાળીને રાંધવામાં આવે છે અને ઘી સાથે ખાવામાં આવે છે. તે ગ્લાયસેમિક ઇન્ડેક્સ પર મધ્યમ સ્તરે કાર્ય કરે છે.

કબજિયાત- જેને કબજિયાતની સમસ્યા હોય છે તેમણે ઘીનો ઉપયોગ મોદકમાં સારી રીતે કરવો જોઈએ. જે આંતરડામાં એકઠી થતી ગંદકીને દૂર કરવામાં મદદ કરે છે.

કોલેસ્ટરોલ- મોદકમાં ઘી વધારે પ્રમાણમાં હોય છે જે શરીરને જરૂરી ચરબી પ્રદાન કરે છે. તે મેટાબોલિજ્મમાં પણ વધારો કરે છે અને બદલામાં કોલેસ્ટ્રોલ ઘટાડે છે. મોદકનું સેવન કરવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી થાય છે અને સારા કોલેસ્ટ્રોલની માત્રામાં વધારો થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here