કોરોનાની મહામારી : વડોદરા : 11 ગણેશ મંડળો પોલીસ કમિશનરની ગાઈડલાઇન પ્રમાણે ગણેશોત્સવની ઉજવણી કરશે

0
0

વડોદરા શહેરના 11 જેટલા ગણેશ મંડળોએ મળીને પોલીસ કમિશનર જે ગાઈડલાઇન નક્કી કરે તે પ્રમાણે ગણેશોત્સવની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે. પ્રતાપ મડધાની પોળ સાર્વજનિક ગણેશ ઉત્સવના પ્રમુખ જય ઠાકોરે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી વડોદરા ગણેશ ઉત્સવમાં પડતી મુશ્કેલીઓ માટે એક સંગઠન બનાવવામાં આવેલુ છે. હાલની આપણા ભારત દેશ અને વડોદરા શહેરની પરિસ્થિતિને જોતા આ સંગઠન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, માનનીય વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા જે પણ નિર્ણય ગણેશ ઉત્સવ માટે લેવામાં આવશે, તેનું સંપૂર્ણ પાલન કરીશું અને તમામ નિયમોને આધીન રહીને ઉત્સવની ઉજવણી કરીશું.

આવનારા વર્ષોમાં ગણેશ ઉત્સવની ઉજવણી હર્ષોઉલ્લાસથી થશે

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી ગણેશજીની મૂર્તિની ઊંચાઈને લઇને ઘણા બધા વિવાદો થયેલા છે. અમે પ્રશાસનને સ્પષ્ટ શબ્દોમાં જણાવીએ છે કે, હાલ વિશ્વવ્યાપી કોરોના વાઈરસની મહામારીને કારણે અમે તમામ ગણેશ મંડળો આ વર્ષે ઉત્સવની ઉજવણી તથા મૂર્તિની ઉંચાઈ ઓછી રાખવા અમે ગણેશ મંડળો તૈયાર થયેલા છે, એ વાતનું પ્રશાસન ખાસ ધ્યાન રાખે અને આવનાર વર્ષોમાં ગણેશ ઉત્સવની ઉજવણી જે રીતે વડોદરામાં શહેરમાં વર્ષોથી હર્ષોઉલ્લાસથી થતી હતી, એ જ રીતે આવનાર વર્ષોમાં કરવામાં આવશે. ગણેશ મંડળો આ નિર્ણયને સ્વિકારી ગણેશ ઉત્સવ દરમિયાન કોરોના સંક્રમણથી બચવા તમામ નીતિ નિયમોનું પાલન કરશો અને ગણેશ ઉત્સવની ઉજવણી આપના જ શેરી-મહોલ્લા, ગલી, પોળ કે સોસાયટીમાં જ ઉજવશો એવી આપ સૌને વિનંતી છે.

આ 11 ગશેશ મંડળ પોલીસ કમિશનરની ગાઈડલાઇન પ્રમાણે ગણેશોત્સવની ઉજવણી કરશે

(1) પ્રતાપ મડધાની પોળ સાર્વજનિક ગણેશ ઉત્સવ
(2) માંજલપુરના રાજા
(3) શ્રી છત્રપતિ શિવાજી ચોક યુવક મંડલ
(4) કાલુપુરા સાર્વજનિક યુવક મંડળ
(5) ચિતેખાન ગલી યુવક મંડળ
(6) ભાઈજી દરોગાની પોળ યુવક મંડળ
(7) નવયુગ મિત્ર મંડળ, પૌવાવાલાની ગલી
(8) વાડી ચા મહા ગણપતિ, મહારાષ્ટ્ર ક્રિડા મંડળ
(9) હીરા નગર યુવક મંડળ
(10) ચકનીયા પોળ યુવક મંડળ
(11) પડી પોળ યુવક મંડળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here