સાબરકાંઠામાં ગેંગરેપ, નરાધમોએ દારૂ પીવડાવી મહિલા સાથે આચર્યું દુષ્કર્મ

0
0

હાથરસ ઘટનાની ગુંજ સમગ્ર દેશમાં ગાજી રહી છે. ચારેય તરફ આક્રોશનો માહોલ છે. આ મામલે રાજકારણ પણ ગરમાયું છે, બસ લોકોની એક માંગ છે કે, હેવાનોને ફાંસી આપો.. ત્યારે આ વચ્ચે ગુજરાતમાં ગેંગરેપની ઘટના સામે આવી છે. સાંબરકાંઠા જિલ્લાના ગાંભોઇમાં એક મહિલા સામુહિક દુષ્કર્મનો ભોગ બની છે.

નરાધમોએ મહિલાને દારૂ પીવડાવીને નશાની હાલતમાં હવસની ભૂખ સંતોષી હતી. આ મામલે પોલીસે બે આરોપીઓની અચકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, 40 વર્ષિય મહિલા ખેતરથી ઘરે આવી રહી હતી. તે સમયે 2 નરાધમોએ દારૂ પીવડાવીને દુષ્કર્મ આચર્યું છે. બન્ને આરોપીઓએ મહિલાનું અપહરણ કરીને દારૂ પીવડાવ્યો હતો. અને ત્યાર બાદ નશાની હાલતમાં મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ગાંભોઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જણાવી દઇએ, રાજ્યમાં લોકડાઉન બાદ ક્રાઇમના ગુનાઓ વધતા જઇ રહ્યા છે. જેમાં ખાસ કરીને બળાત્કાર, છેડતી જેવા અપરાધો દિન પ્રતિદિન વધાત જઇ રહ્યા છે. તો બીજી તરફ સરકાર દ્વારા સખ્ત કાયદો પણ બનાવ્યો છે. રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે તાજેતરમાં પાસા એક્ટનો કાયદો પ્રસાર કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારના સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ, 2014થી અત્યારસુધીમાં મહિલાઓની સતામણીની દર વરસે સરેરાશ 1400 ઘટના નોંધાય છે. જ્યારે છેલ્લાં 2 વર્ષમાં જ દુષ્કર્મ અને છેડતીના 4 હજારથી વધુ બનાવો નોંધાઈ ચૂક્યા છે. 2014થી પછી રાજ્યમાં દરરોજ દુષ્કર્મની સરેરાશ 1 ઘટના તથા સતામણીની સરેરાશ 3 ઘટના નોંધાય છે.

ગત માર્ચમાં રાજ્ય સરકારે આપેલા આંકડા મુજબ, છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં દુષ્કર્મની 2,723 ઘટના નોંધાઈ હતી, જેમાંથી 41 સામૂહિક દુષ્કર્મની ઘટના હતી, બીજી તરફ 20 સપ્ટેમ્બરે લોકસભામાં કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ, ગુજરાતમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધના પેન્ડિંગ કેસોની સંખ્યા 81,138 છે, જ્યારે પોસ્કો હેઠળ નોંધાયેલા પેન્ડિંગ કેસોની સંખ્યા 6,947 છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here