અમદાવાદ : SP રિંગ રોડ પરના વૈષ્ણોવદેવી અંડરબ્રિજ પાસે મહિલા પર ગેંગરેપ, બે અજાણ્યા શખ્સોએ માર મારી લૂંટ પણ કરી

0
23

શહેરના સરદાર પટેલ (SP) રિંગ રોડ પર 35 વર્ષની મહિલા પર ગેંગરેપની ઘટના બની છે. 25 વર્ષના બે અજાણ્યા શખ્સો મહિલાને મજૂરી કામ કરવાના બહાને વૈષ્ણોવદેવી અંડરબ્રિજ પાસે બાવળની ઝાડીઓમાં લઈ ગયા હતા અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. બંને નરાધમ મહિલાને માર મારી બળાત્કાર કરતા રહ્યા હતા. એટલું જ નહીં મહિલાની પાસે રહેલી રોકડ અને મોબાઈલ લૂંટી ફરાર થઇ ગયા હતા. સાબરમતી પોલીસે ગેંગરેપ, મારામારી અને લૂંટનો ગુનો નોંધી બળાત્કારીઓને શોધવા તજવીજ શરૂ કરી છે. ઝોન 2 DCP વિજય પટેલે CN24NEWS સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ મામલે ફરિયાદ નોંધાઈ છે અને આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.

બાંધકામ સાઈટ પર મજૂરીના બહાને મહિલાને બંને લઈ ગયા હતા

નવાવાડજના ભાવસાર હોસ્ટેલ પાસે આવેલા એક ફ્લેટમાં રહેતી 35 વર્ષની મહિલાને પાંચ દિવસ પહેલા બે અજાણ્યા શખ્સ મળ્યા હતા. બાંધકામ સાઈટ પર મજૂરી કામ અપાવવાના બહાને તેને બેસાડી અને ઝુંડાલ સર્કલથી વૈષ્ણોવદેવી સર્કલ તરફ બનતી એક સાઈટ પાસે લઈ ગયા હતા. ત્યાંથી રેલવેને પાટા પાસે આવેલી બાવળની ઝાડીઓમાં મહિલાને બંને શખ્સ લઈ ગયા હતા. જ્યાં બંનેએ મહિલાને નિર્વસ્ત્ર કરી નાખી તેની સાથે જબરદસ્તી કરી હતી. બંનેએ મહિલા પર ગેંગરેપ કર્યો હતો. બંનેએ મહિલા પર બળજબરીપૂર્વક રેપ કર્યો હતો. વિરોધ કરતા તેને માર માર્યો હતો.

બાવળની ઝાડીમાંથી આવી મહિલાએ લોકોની મદદ માગી

બંને શખ્સોએ મહિલાને માર મારી તેના પર ગેંગરેપ કર્યા બાદ તેની પાસે રહેલો મોબાઇલ અને રોકડ રકમ લૂંટી ત્યાંથી નાસી ગયા હતા. મહિલા જેમતેમ કરી અને બહાર રોડ પર આવી મદદ માંગી હતી અને પોલીસને જાણ કરતા સાબરમતી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મહિલમે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સાબરમતી પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here