Friday, June 2, 2023
Homeદેશઅમૃતસરમાં ગેંગસ્ટર જરનૈલ સિંહની ગોળી મારીને હત્યા

અમૃતસરમાં ગેંગસ્ટર જરનૈલ સિંહની ગોળી મારીને હત્યા

- Advertisement -

પંજાબના અમૃતસરમાં ગેંગસ્ટર જરનૈલ સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, અમૃતસરના સથિયાલા ગામમાં ગોપી ઘનશામ પુરિયા જૂથ સાથે જોડાયેલા ગેંગના સભ્યોએ જરનૈલ સિંહ પર ગોળીબાર કર્યો જેમાં તેનું મોત નીપજ્યું છે. વિગતો મુજબ બદમાશો સ્વિફ્ટ કારમાં આવ્યા હતા. જરનૈલ સિંહની હત્યા કરીને ચારેય બદમાશો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. અમૃતસરમાં ગેંગસ્ટર જરનૈલ સિંહની ગોળી મારીને હત્યાના સમાચાર સામે આવ્યા છે. માહિતી મુજબ ઘટના સમયે જરનૈલ સિંહ પોતાના ગામમાં પોતાના ઘરે હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

આ તરફ હવે હત્યાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, 4 માસ્ક પહેરેલા હુમલાખોરો આવે છે અને જરનૈલ સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરે છે. હુમલાખોરોથી બચવા માટે જરનૈલ સિંહ એક દુકાનમાં પ્રવેશ કરે છે. હુમલાખોરો તેની પાછળની દુકાનમાં પણ ઘૂસી જાય છે અને જ્યાં સુધી તે મરી જાય ત્યાં સુધી ફાયરિંગ કરતા રહે છે. ફાયરિંગ કરતાં હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે હવે પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસે મૃતકના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં રાખ્યો છે. પોલીસનું કહેવું છે કે, ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular