સંજય ભણશાલીની ‘ગંગુબાઇ’ આલિયા ભટ્ટ જ બનશે

0
18

 

આલિયા ભટ્ટ હાલ એકસાથે ઘણી ફિલ્મો પર કામ કરી રહી છે. સંજય ભણશાલી સાથેની ‘ઇન્શાલ્લાહ’ ડબાબંધ બાદ ભણશાલીએ તેને ‘ગંગુબાઇ’ ફિલ્મ માટે સાઇન કરી લીધી છે.

સૂત્રના અનુસાર,” ભણશાલીએ આલિયાને ‘ગંગુબાઇ’ માટે કન્ફર્મ કરી લીધી છે. સોશિયલ મીડિયા પર પણ આ વાતને ‘કન્ફર્મ’ મળી રહ્યું છે. આ ફિલ્મનુ ંપ્રી-પ્રોડકશન કામ શરૂ થઇ ગયું છે. ભણશાલી દિગ્દર્શિત ગેંગસ્ટર પર આધારિત ફિલ્મમાં ‘ગુંગબાઇ કોતવાલીના મુખ્ય પાત્રમાં જોવા મળશે. જેની સત્તાવાર ઘોષણા ૨૯ સપ્ટેમ્બરના કરવામાં આવશે.

‘ગુગાબાઈ’ માટે પહેલા ભણશાલીની પસંદગી પ્રિયંકા ચોપરા હતી. પરંતુ તે વ્યસ્ત હોવાને કારણે ફિલ્મ ઠેલાતી જતી હતી. તેમજ ભણશાલી આલિયાની તારીખોનો પૂરો લાભ ઉઠાવવા માંગતો હતો. તેથી તેણે આલિયા સાથે આ ફિલ્મ કરવાનો નિર્ણય લીધો.

‘ઇન્શાલ્લાહ’ માટે આલિયાએ ફાળવેલી તારીખોનો ભણશાલી ઉપયોગ કરી લેવા માંગે છે. સલમાન ખાન સાથેના મતભેદને કારણે આ ફિલ્મ અભેરાઇ ચડી ગઇ અને ભણશાલીએ અન્ય પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here