ગાંગુલીએ કહ્યું- ઘરેલુ ક્રિકેટર્સ માટે ઝડપથી કોન્ટ્રાકટ સિસ્ટમ લાગુ કરવામાં આવશે

0
8

સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સંકેત આપ્યો કે ઘરેલુ ક્રિકેટર્સ માટે ઝડપથી કોન્ટ્રાકટ સિસ્ટમ લાગુ કરવામાં આવી શકે છે. તેનાથી હજારો ખેલાડીઓને આર્થિક રૂપથી સુરક્ષા મળશે ગાંગુલીએ સોમવારે એક ન્યુઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ઘરેલુ ક્રિકેટર્સ માટે આર્થિક સ્થિતિ મહત્વપૂર્ણ છે. હું તેમની મેચ ફીસને વધારવા માંગુ છું.

બીસીસીઆઈના અધ્યક્ષ દેશના ટોપ ઈન્ટરનેશનલ ક્રિકેટર્સ માટે વાર્ષિક કોન્ટ્રાકટ સિસ્ટમની રીતે ઘરેલું ક્રિકેટર્સ માટે એક સુરક્ષિત અને વ્યવસ્થિત પેમેન્ટ સિસ્ટમ લાવવા માંગે છે. ગાંગુલીએ કહ્યું, અમે પ્રથમ શ્રેણીના ક્રિકેટરો માટે એક સિસ્ટમ લાવીશું. અમે નવી નાણાંકીય સમિતિને એક કોન્ટ્રાકટ સિસ્ટમ તૈયાર કરવા માટે કહીશું.

પ્રક્રિયામાં બે સપ્તાહ લાગશે

બીસીસીઆઈના અધ્યક્ષે કહ્યું હાલ મને પદ સંભાળીને ચાર-પાંચ દિવસ થયા છે. તેની વચ્ચે દિવાળીનો તહેવાર હતો. તેની સમીકક્ષા કરવા અને આગળ વધવામાં બે સપ્તાહ લાગશે. હાલ એક ઘરેલું ક્રિકેટર વાર્ષિક 25થી 30 લાખ રૂપિયા કમાય છે. તેણે કેટલી મેચ રમી, તેના આધાર પર નક્કી કરવામાં આવે છે. પ્રથમ કેટેગરીમાં એક મેચ માટે 35 હજાર રૂપિયા ફીસ તરીકે આપવામાં આવે છે. તેમાં રોજના ભથ્થાને સામેલ કરવામાં આવતા નથી. સાથે જ ઘરેલું ક્રિક્રેટર્સમાં પ્રસારણ અધિકારોથી બીસીસીઆઈને મળેલી રેવન્યુના 13 ટકાનું વિતરણ કરવામાં આવે છે.

બાંગ્લાદેશ ડે-નાઈટ ટેસ્ટ રમવા માટે તૈયાર થઈ શકે છે

ગાંગુલએ આશા વ્યક્ત કરી છે કે બાંગ્લાદેશ ડે-નાઈટ ટેસ્ટ રમવા માટે તૈયાર થઈ જશે. બંને દેશોની વચ્ચે ટેસ્ટ સીરીઝનો મુકાબલો 22થી 26 નવેમ્બર સુધી કોલકતાના ઈડન ગાર્ડન્સ પર રમાશે. બીસીસીઆઈએ મેચને ડે-નાઈટ ટેસ્ટ તરીકે રમવા માટેનો એક પ્રસ્તાવ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને મોકલ્યો છે. બાંગ્લાદેશે તેના જવાબમાં કહ્યું છે કે અમે ઝડપથી ખેલાડીઓ સાથે ચર્ચા કરીને પોતાનો નિર્ણય બીસીસીઆઈને જણાવીશું.

ગાંગુલીએ કહ્યું કે મેં બાંગ્લાદેશ ક્રિકટ બોર્ડના અધ્યક્ષ નજમુલ હુસૈનને આ અંગે વાત કરી છે. તેમણે પોતાની સહમતિ દર્શાવી છે, તેઓ હવે ખેલાડીઓ સાથે વાત કરીને નિર્ણય જણાવશે. મને આશા છે કે તેઓ ડે-નાઈટ ટેસ્ટ રમવાનું પસંદ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here