દહેગામ : અમરાભાઈના મુવાડા જિલ્લા સીટના ભાજપના ઉમેદવારે મોટી સંખ્યામાં બાઇકો અને ગાડીઓ સાથે રેલી કાઢી.

0
58

અમરાભાઈના મુવાડા જિલ્લા સીટના ભાજપના ઉમેદવારે મોટી સંખ્યામાં ગાડીઓ સાથે રેલી કાઢી
બેનરો સહતે રેલી કાઢીને ભાજપને સમર્થન આપવા રજૂઆત કરવામાં આવી.
મોટી સંખ્યામાં યુવાનો આ બાઈક રેલી માં જોડાયા હતા.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અમરાભાઈના મુવાડા જિલ્લાના ઉમેદવાર પારસબેન કિરીટસિંહ બિહોલાની આજે તેમના મત વિસ્તારમાં મારુતિ ગાડીઓ અને બાઇકો પર બેનરો સાથે ગામેગામ રેલી કાઢીને પ્રચાર કરવામાં આવ્યો હતો. આ બાઇક રેલીમાં ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો બાળકો અને આ વિસ્તારના આગેવાનો પણ રેલીમાં જોડાયા હતા. મહિલા ઉમેદવાર પારસબેનને વોટ આપવા માટે હાથ ઊંચા કરીને રજૂઆતો કરવામાં પણ આવી હતી.

 

 

આ રેલી કડાદરા, જાક, મોટા જલુન્દ્રા, રામનગર, કરોલી, હરસોલી, વટવા, વાસણા, અમરાભાઈના મુવાડા, બારડોલી, કોઠી જેવા તેમના મત વિસ્તારમાં રેલી કાઢીને લોકોને જાગૃત કરવા માટે અને ભાજપમાં વોટ આપવા માટે અપીલ કરવામાં આવી હતી. અમરાભાઇ મુવાડાના સરપંચ દેવરાજસિંહ ચૌહાણ અને ઉમેદવાર કૈલાસબેન ઝાલાએ આ રેલીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમની સાથે ભાજપના તાલુકા સીટના ઉમેદવારો અને કાર્યકર્તાઓ પણ સામેલ થવા પામ્યા હતા.

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ,  CN24NEWS, હરસોલી, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here