Friday, February 14, 2025
HomeબિઝનેસBUSINESS: સોનામાં રૂ.400, ચાંદીમાં રૂ.1000નું ગાબડું

BUSINESS: સોનામાં રૂ.400, ચાંદીમાં રૂ.1000નું ગાબડું

- Advertisement -

મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે વિશ્વબજાર પાછળ સોના- ચાંદીના ભાવ વધતા અટકી પ્રત્યાઘાતી ઘટાડો બતાવી રહ્યા હતા. વિશ્વબજારમાં ભાવ નીચા ઉતરતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધતી અટકી હતી. નવી માગ પણ ધીમી રહેતાં ઉછાળે માનસ વેંચવાનું રહ્યું હતું.

વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈક્ક્સ ઉંચકાતા તથા બોન્ડ યીલ્ડ પણ વધતાં વૈશ્વિક સોનામાં વધ્યા મથાળે ફંડોનું સેલીંગ વધ્યાની ચર્ચા હતી. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪૦૦ તૂટી ૯૯.૫૦ના રૂ.૭૪૯૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૫૧૦૦ બોલાતા થયા હતા.
જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ રૂ.૧૦૦૦ ગબડી રૂ.૮૪ હજારના મથાળે ઉતર્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૨૩૬૫થી ૨૩૬૬ વાળા નીચામાં ૨૩૪૫થી ૨૩૪૬ થઈ છેલ્લે સપ્તાહના અંતે ૨૩૬૦થી ૨૩૬૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા.સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૨૮.૪૫થી ૨૮.૪૬ વાળા નીચામાં ૨૮.૦૪થી ૨૮.૦૫ થઈ છેલ્લે ૨૮.૧૮થી ૨૮.૧૯ ડોલર રહ્યા હતા. ક્રૂડતેલના ભાવ ઉંચેથી નીચા ઉતરતાં તથા કોપરના વૈશ્વિક ભાવમાં પણ તેજી પછી ધીમો ઘટાડો જોવા મળતાં તેની અસર વૈશ્વિક સોના તથા ચાંદીના ભાવ પર નેગેટીવ પડી હતી.દરમિયાન, વિશ્વબજાર પાછળ મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૩.૪૯ વાળા વધી રૂ.૮૩.૫૯થી ૮૩.૬૦ આસપાસ બંધ બજારે બોલાઈ રહ્યા હતા. ભારતમાં ફોરેક્સ રિઝર્વમાં ૩.૬૬ અબજ ડોલરની વૃધ્ધિ થયાના નિર્દેશો છતાં કરન્સી બજારમાં આજે રૂપિયો બંધ બજારો દબાણ હેઠળ જોવા મળ્યો હતો.મુંબઈ બુલીયન બજારમાં આજે બંધ બજારો સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૨૭૧૬ વાળા ઘટી રૂ.૭૨૪૫૦ જ્યારે ૯૯.૯૦ના રૂ.૭૩૦૦૮ વાળા રૂ.૭૨૭૫૦ બોલાતા થયા હતા. મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૮૪૨૧૫ વાળા રૂ.૮૩૬૦૦ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. રૂપિયા સામે ડોલરના ભાવ વધી રૂ.૮૩.૫૯થી ૮૩.૬૦ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશદીઠ ૯૯૨થી ૯૯૩ વાળા ઉંચામાં ૧૦૦૦થી ૧૦૦૧ થઈ છેલ્લે ભાવ ૯૯૭થી ૯૯૮ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૯૨થી ૯૯૩ વાળા નીચામાં ૯૭૦થી ૯૭૧ થઈ છેલ્લે ૯૮૦થી ૯૮૧ ડોલર રહ્યા હતા. અમેરિકામાં હવે બુધવારે બહાર પડનારા ફુગાવાના ડેટા પર વિશ્વબજારના ખેલાડીઓની નજર રહી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular