અમદાવાદ : નવરાત્રીના મોટા આયોજનો વચ્ચે શેરી તેમજ સોસાયટીઓમાં ગરબા કલ્ચર આજે પણ અકબંધ

0
103

અમદાવાદ ખાતે નવલી નવરાત્રીમાં નવરાત્રીના મોટા આયોજનો વચ્ચે શેરી તેમજ સોસાયટીઓમાં ગરબા કલ્ચર અકબંધ નજરે જોવા મળ્યું અને  વિવિધ વેશભૂષા સાથે લોકો નવરાત્રી ગરબા ઘુમતા જોવા મળ્યા.

રુડી નવરાત્રી અંતિમ ચરન  તરફ આગળ વધી રહી છે અને  ગરબા રમવાની હોડ માં યુવાધન નો સતત ઘસારો જોવા મળી રહ્યો છે  નવરાત્રી આયોજનોમાં મોંઘી ટીકીટ ખરીદીને પાર્ટી પ્લોટ કે ક્લ્બમાં ગરબા રમવા અને જોવા જવાની એક પ્રથા જ બની ગઈ છે. ઘણી વાર તો લોકો દેખાદેખી માટે પણ ગરબાની રમઝટમાં જવાનું આયોજન કરે છે.

 

 

પરંતુ આજે પણ એવા લોકો છે જ્યાં શેરી ગરબા કરવામાં આવે છે અને પાર્ટી પ્લોટ કે ક્લ્બ કરતા અનેરા આનંદ આનંદ ઉત્સાહ સાથે ગરબા રમાય છે. આજે મોટા આયોજનો થવા માંડ્યા છે એટલે શેરી ગરબાની પ્રથા વિસરાતી જતી હોય એવું લાગે છે પરંતુ આજે પણ અમુક શેરી મહોલ્લામાં સોસાયટીઓ એપાર્ટમેન્ટ માં એ જ પરંપરાગત રીતે શેરી ગરબા કરવાનો ઉત્સાહ અને ઉમંગ યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદ ના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ ગ્રીન વીલા સોસાયટીમાં પણ આ ગરબા ની રમઝટ જોવા મળતી હતી.

 

આશરે 250 થી વધુ વસવાટ કરતા લોકો દવારા એક સહ બની છેલ્લા 12 દિવસ થી ગરબા નવરાત્રી નું આયોજન કરવામાં આવે છે જેમાં દરેક દિવસે જુદી જુદી વેશભૂષા ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન, સાથે બાળકો વડીલો યુવાઓ ગરબે રમતા જોવા મળ્યા હતા તો મહિલાઓ પણ આદિવાસી પોશાકમાં, કેટ કિટ્ટી, સરદારજી કપલ ની વેશભૂષા તો બાળકો શિવ, ક્રિકેટર શકુંતલા, ડોક્ટર તેમજ અન્ય વિવિધ વેશભૂષા સાથે ગરબે રમતા જોવા મળ્યા હતા. આ તમામ આયોજન સોસાયટીના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ તેમજ સેક્રેટરી  ખોડાભાઈ પટેલ દવારા કરવામાં આવે છે.

 

તો બીજી તરફ અમદાવાદના અંકુર પાસે આવેલ શ્રી હરિભાઈ પાર્ક 13 માં પણ રહેતા બધા લોકો એકસાથે મળીને ગરબા ની તાલે થીરકતા જોવા મળી રહેલ છે.  સોસાયટીઓમાં થતા ગરબામાં પરિવાર જેવી ભાવનાઓ જોવા મળે છે.

 

આજના ઝડપી જમાનામાં શેરી ગરબા જેવા આયોજનો જ શેરીના લોકોને એક તાંતણે જોડવામાં મદદ કરે છે. શેરી ગરબામાં લોકોમાં સહપરિવાર જેવી ભાવના સાથે માતાજીના ગુણગાન ગાવામાં આવે છે.શહેરના ક્લબ અને પાર્ટી પ્લોટમાં થતાં ગરબાના ભવ્ય આયોજનો છતાં સોસાયટીમાં થતા શેરી ગરબાનો રંગ ફિક્કો નથી પડ્યો.

 

 

આ વખતે શહેરના ક્લબમાં ગરબા રમવા જવાના બદલે લોકો પોતાની સોસાયટીઓમાં જ તહેવારનો આનંદ માણતા વધારે જોવા મળી રહેલ છે શેરી ગરબાની પરંપરા આજે પણ શહેરના સોસાયટી અને શેરીઓમાં જળવાઈ રહી છે જે ખરેખર આપણા ગુજરાત ના પ્રાચીન ગરબાની સંસ્કૃતિ ને જાળવી રાખે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here