કાળાતળાવ શેલ્ટર હોમમાં ગેસના બાટલામાં લીકેજ થતાં આગ, 35 આશ્રિતોનો આબાદ બચાવ

0
2

કાળાતળાવ પ્રાથમિક શાળામાં શેલ્ટર હોમમાં રસોઈ બનાવતી વખતે ગેસના બાટલામાં લીકેજ થતાં આગ લાગી હતી. તલાટીની સતર્કતાથી 35 જેટલા આશ્રિતોને સલામત સ્થળે ખસેડી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. કોઈ જાનહાનિ થયેલ નથી.

વાવાઝોડાની સંભવિત અસરના પગલે ભાવનગર જિલ્લામાં અસરકર્તા ગામોમાં શેલ્ટર હોમની સુવિધા ઉભી કરવામાં આવી છે. સરકારી ચોપડે 25 હજારથી પણ વધુ લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. પરંતુ વાસ્તવમાં અસરગ્રસ્ત લોકોને આશ્રય સ્થાનમાં ખસેડવા તંત્રને નાકે દમ આવી ગયો છે તમામ સુવિધા છતાં લોકો ત્યા જવા તૈયાર નથી થતાં.

ભાવનગર તાલુકાના કાળાતળાવ ગામે પ્રાથમિક શાળામાં શેલ્ટર હોમમાં આજે આશ્રિતો માટે રસોઈ બનાવતી વખતે ગેસનો બાટલો લિકેજ થતાં આગ લાગી હતી. શેલ્ટર હોમમાં 35 જેટલા આશ્રિતો હતા. પરંતુ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પૂર્વે તલાટી મંત્રી આનંદ ખસીયાએ સતર્કતા વાપરી આશ્રિતોને સલામત સ્થળે ખસેડી આગને કાબુમાં લેવાના પ્રયાસ કર્યા હતા. ત્યાં ફાયર બ્રિગેડ પણ પહોંચી ગયુ હતું. આગને કાબુમાં લેવામાં આવી હતી. અને કોઈ જાનહાની થઈ ના હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here