Friday, September 17, 2021
HomeGATE- 2022 : IIT ખડગપુરે એન્જિનિયરિંગ એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે શેડ્યુલ જાહેર કર્યું
Array

GATE- 2022 : IIT ખડગપુરે એન્જિનિયરિંગ એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે શેડ્યુલ જાહેર કર્યું

ઈન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી(IIT),ખડગપુરે ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઈન એન્જિનિયરિંગ (GATE)- 2022નું શેડ્યુલ જાહેર કર્યું છે. જાહેર કરેલા શેડ્યુલ પ્રમાણે, આ એક્ઝામ 5, 6, 12 અને 12 ફેબ્રુઆરી, 2022ના રોક લેવામાં આવશે. આ વિશે એપ્ટિટ્યુડે ઓફિશિયલ વેબસાઈટ પર જાણકારી આપી. ઇન્સ્ટિટ્યુટે જણાવ્યું કે, M.Tech કોર્સમાં એડમિશન માટે યોજાનારી પરીક્ષામાં નવા 2 પેપર સામેલ કર્યા છે.

પરીક્ષામાં નવા બે સબ્જેક્ટ સામેલ
GATE- 2022 એક્ઝામ લેનારી ઇન્સ્ટિટ્યુટ IIT ખડગપુરે જણાવ્યું કે, આ વખતે પરીક્ષામાં નવા બે પેપર ઉમેરવામાં આવ્યા છે. તેમાં JE (જિઓમટિક્સ એન્જિનિયરિંગ) અને NM(નેવલ આર્કિટેક્ચર એન્ડ મરીન એન્જિનિયરિંગ) સામેલ છે. આ ઉપરાંત ટોટલ પ્રશ્નોની સંખ્યા પણ વધારી છે. પ્રથમ પરીક્ષામાં કુલ 27 પ્રશ્નો પૂછવામાં આવતા હતા, પરંતુ હવે બે નવા પેપર આવ્યા પછી પ્રશ્નોની સંખ્યા 29 કરી છે.

195 એક્ઝામ સેન્ટર પર પરીક્ષા લેવાશે
IIT ખડગપુર ટૂંક સમયમાં ગેટ 2022 માટે ઓનલાઈન ફોર્મ જાહેર કરશે. 180 મિનિટની આ પરીક્ષા કમ્પ્યુટર મોડમાં લેવામાં આવશે. પરીક્ષા માટે કુલ 195 એક્ઝામ સેન્ટર બનાવ્યા છે. પરીક્ષામાં સામેલ ઈચ્છુક કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ iitkgp.ac.in પર વિઝિટ કરી શકે છે. આ ઉપરાંત કેન્ડિડેટ્સ GATE 2020ની ઓફિશિયલ વેબસાઈટ Gate.iitd.ac.in પર પણ જાણકારી મેળવી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments