ગૌહર ખાન ‘કુબૂલ હૈ’ બોલતા સમયે ભાવુક થઈને રડી પડી, જૈદ સાથે નિકાહ કર્યાં

0
4

ગૌહર ખાને 25 ડિસેમ્બરના રોજ જૈદ દરબાર સાથે નિકાહ કર્યાં હતાં. બંનેએ મુંબઈમાં ITC મરાઠા લક્ઝરી હોટેલમાં નિકાહ કર્યાં હતાં. નિકાહની થીમ વ્હાઈટ હતી. ગૌહર-જૈદ તથા મહેમાનો વ્હાઈટ શૅડના આઉટફિટમાં જોવા મળ્યાં હતાં.

નિકાહ દરમિયાન ગૌહર ખાન ઈમોશનલ થઈ

નિકાહ દરમિયાન ‘કુબૂલ હૈ’ બોલતા સમયે તે એકદમ ઈમોશનલ થઈ હતી અને તેની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. ગૌહરે વ્હાઈટ શરારા સૂટ પહેર્યો હતો જ્યારે જૈદ વ્હાઈટ બંધગળા શેરવાનીમાં જોવા મળ્યો હતો. ગૌહર ખાને શરારાની સાથે ગ્રીન ચોકર તથા રાણી હાર પહેર્યો હતો અને સાથે ટીકો પણ હતો.

કોરોનાને કારણે મહેમાનોની સંખ્યા ઓછી

કોરોનાને કારણે ગૌહર-જૈદના નિકાહમાં માત્ર પરિવારના નિકટના સભ્યો તથા મિત્રો હાજર રહ્યાં હતાં. બંનેના લગ્નની તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here