ગૌહર ખાન – જૈદ દરબારના લગ્નની વિધિ શરૂ થઇ

0
5

‘બિગ બોસ’ ફેમ ગૌહર ખાન અને સંગીતકાર ઇસ્માઇલ દરબારના દીકરા જૈદ દરબારના લગ્નની વિધિઓ શરૂ થઇ ગઈ છે. જૈદ અને ગૌહરનું કપલ નેમ GaZa છે. તેમણે તેમના વેડિંગના પહેલા ફંક્શનનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. પહેલા દિવસે કપલની ચિકસા સેરેમની થઇ, જેના વિશે ગૌહર અને જૈદે એક જ કેપ્શન સાથે ફેન્સને જાણકારી આપી છે.

25 ડિસેમ્બરે લગ્ન થશે
ગૌહર અને જૈદે કપલ ફોટો શેર કરી લખ્યું છે, ‘જ્યારે મારો અડધો ભાગ તારા અડધા ભાગને મળ્યો અને એક થયો ત્યારે બેટર હાફ બન્યા. અમારા સુંદર પળ. અલહમદુલ્લીલાહ. ગાજા સેલિબ્રેશનનો પહેલો દિવસ, ચિકસા.’ ગૌહર અને જૈદની ઉંમરમાં 11 વર્ષનો ગેપ છે. પોતાના રિલેશનશિપને ઓફિશિયલ કર્યા બાદ બંને મિની હોલિડે પર દુબઇ પણ ગયા હતા.

મુંબઈમાં થશે ગૌહર- જૈદના લગ્ન
બંને મુંબઈમાં ITC મરાઠા લક્ઝરી હોટેલમાં નિકાહ કરવાના છે જ્યારે પ્રી વેડિંગ શૂટ પુણેની જાધવગઢ હોટેલમાં થયું. આ લગ્નમાં ગૌહર અને જૈદના પરિવારના નજીકના સંબંધી અને મિત્રો જ સામેલ થઇ શકશે. કોરોના મહામારીને કારણે મહેમાનોનું લિસ્ટ ટૂંકું રખાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here