- Advertisement -
ભારતીય ખેલાડી હિમા દાસે ફરી એકવાર દેશનું નામ રોશન કર્યું છે. આસામની 19 વર્ષીય રહેવાસીએ પોલેન્ડમાં પોઝ્નાન ઍથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2019માં 200 મીટર રેસમાં ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે. હિમાએ આ જાણકારી પોતાનાં ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર આપી છે. આસામના સીએમ સર્બાનંદ સોનોવાલે તેમનાં અકાઉન્ટ પર હિમા દાસ માટે ટ્વીટ કરીને તેને શુભેચ્છા પાઠવી છે.
- હિમા દાસે 200 મીટર રેસ 23.65 સેકન્ડમાં પૂરી કરી
- ભારતની વી. કે વિસ્માયાએ 23.75 સેકન્ડમાં રેસ પૂરી કરીને બ્રોન્ઝ મેડલ જીતી છે