અમદાવાદ : ગાંધીનગરના IAS અધિકારીના ઈશારે ગૌરવ દહીયાને ફસાવવામાં આવ્યા, સસ્પેન્ડેડ IAS અધિકારીના વકીલનો આક્ષેપ

0
8

અમદાવાદ. સસ્પેન્ડેડ IAS અધિકારી ગૌરવ દહીયા સામેના આક્ષેપો ખોટા સાબિત થયા બાદ લીનુ સિંઘ દેશ છોડીને જતી રહી હોવાની વાતો સામે આવી રહી છે. તેવા સમયમાં ગૌરવ દહીંયાને બદનામ કરવા માટે ગાંધીનગરના IAS અધિકારીનો દોરી સંચાર હોવાનો આક્ષેપ ગૌરવ દહીયા તરફથી થયો છે. દહીયાના વકીલ હિતેશ ગુપ્તા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી અપાઈ છે.

લીનુના 2015માં લગ્ન પતિ સાથે મળી ષડયંત્ર રચ્યું

છેલ્લા 15 દિવસથી ઘણી બાબતો બહાર આવી છે.  જેમાં લીનુ સિંઘે જે આક્ષેપો કર્યા છે તે તમામ આક્ષેપો ખોટા પુરવાર થયા છે. આવા આક્ષેપોને લઈને ગૌરવ દહીયા દબાણમાં હતા. પોલીસે તપાસ પણ કરી હતી. જેમાં ખુલાસો થયો હતો કે, વર્ષ 2015માં લીનુ સિંઘના લગ્ન થઇ ચુક્યા હતા અને બંને દંપતીએ ભેગા મળીને આ ષડ્યંત્ર રચ્યું હતું.

પતિ-પત્નીએ ફેક એકાઉન્ટ બનાવ્યા

સોશિયલ મીડિયામાં લીનુ સિંઘ અને તેનો પતિ ડો. કુલદીપ દિનકરે ફેક એકાઉન્ટ બનાવ્યા હતા. ગાજીયાબાદમાં પોલીસ તપાસમાં લીનુ સિંઘના મેરેજ ડોક્યુમેન્ટ પણ મળ્યા છે. જુલાઈ 2019 એ ખોટી ફરિયાદ કરી હતી. લગ્ન જીવનથી જે બાળકીને જન્મ થયો હોવાના તમામ આક્ષેપો ખોટા હતા. લીનુ સિંઘે પૈસા પડાવવા માટે ષડયંત્ર કર્યું હતું. દિલ્હીમાં એક મકાન ખરીદવાની ડિમાન્ડ પુરી ન કરતા આખું ષડ્યંત્ર રચ્યું હતું .

ગાંધીનગરના અધિકારીઓએ લીનુને મદદ કરી

લીનુ સિંઘને અમદાવાદમાં વૈભવી સુવિધાઓ મળી છે. લીનુ સિંઘને ગાંધીનગરના અધિકારીઓ મદદ કરી રહ્યા છે. ગાંધીનગરના અધિકારીઓ કયા છે . જેને લીનુ સિંઘને મદદ કરી છે જે મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.

દહીયાએ બદનક્ષીનો દાવો કર્યો

ગૌરવ દહીયાએ દિલ્હી હાઇકોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો છે. લીનુ સિંઘના ફેક એકાઉન્ટ પણ હાઇકોર્ટે ધ્યાને લીધું છે.  લીનુ સિંઘ અમદાવા માં વૈભવી સુવિધા સાથે રહી હતી કોના સાથથી કોર્ટ સુધી અરજી કરી જેની પોલીસ તપાસ કરી રહી છે. લીનુ સિંઘ  ક્રિમિનલ માઈન્ડની સાબિત થઇ છે.

પરિવાર કહે છે લીનુ નેપાળ ગઈ છે

લીનુ સિંઘએ કેસની તપાસ કરનાર પોલીસ અધિકારી અને ગૌરવ દહીયાનું નામ લખીને હું આત્મહત્યા કરીશ. આવી ધમકી પણ લીનુ સિંઘ આપતી હતી. લીનુ સિંઘને દિલ્હી હાઇકોર્ટે આદેશ કર્યો છે કે. ટીવી ચેનલમાં કે સોશિયલ મીડિયામાં ગૌરવ દહીયા વિરુદ્ધ લખાણ લખી શકશે નહીં. લીનુ સિંઘના ફેક એકાઉન્ટ પણ હાઈકોર્ટે ધ્યાને લીધું છે. પોલીસ તપાસ કરવા ગઈ ત્યારે નેપાળ ખાતે લીનુ સિંઘ જતી રહી હોવાનું તેના પરિવારજનોએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here