ગૌરવ : વંથલીમાં રીક્ષા ચાલકના પુત્રએ રાષ્ટ્રીયકક્ષાએ યોગમાં ગોલ્ડ મેળવ્યો

0
28

વંથલી: વંથલીનાં મુસ્લિમ પરિવારનાં ઘરમાંથી આવતા બાળકને નાનપણથી જ યોગમાં ભારે રસ હતો. તેને પ્રોત્સાહન આપી રીક્ષા ચલાવતા એવા પિતાએ તેને આગળ વધવાની તક આપી જેને પગલે તે યોગની રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. વંથલીમાં જી. એલ. સોલંકી પ્રાયમરી સ્કૂલમાં અભ્યાસ કરતા વાજા શાહનવાઝ દાઉદભાઈ ધો. 8માં અભ્યાસ કરે છે સામાન્ય પરિવારમાંથી આવતા તેના પિતા રીક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. નાનપણથી જ યોગામાં રુચિ ધરાવનાર શાહનવાઝને પરિવાર તરફથી પૂરતો સહયોગ મળ્યો છે. શાળાના શિક્ષક વિપુલભાઈ સોલંકીએ પણ આ બાળકની પ્રતિભા પારખી જઈ યોગા શીખવવામાં પૂરતી મહેનત કરી હતી.

દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાઇ હતી

તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય લેવલની એનસીઇઆરટી ઓલિમ્પિયાડ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવતા સમગ્ર મુસ્લિમ સમાજ તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ અગાઉ પણ તે રાષ્ટ્રીય લેવલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ચુક્યો છે આગામી તા. 21 જુલાઈના બાંગ્લાદેશ ખાતે યોજાનાર યોગની સ્પર્ધામાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરી ગુજરાત તેમજ વંથલી શહેરને ગૌરવ અપાવશે. ત્યારે આ બાળક પર અભિનંદનની વર્ષા થઇ રહી છે.