- ફરિયાદીના કહ્યાં પ્રમાણે, રાહુલે કહ્યું હતું કે, સંઘ અને ભાજપની વિચારધારાની વિરોધ અવાજ ઉઠાવનારાઓ પર હુમલાઓ થાય છે
- રાહુલે કોર્ટમાં કહ્યું કે, આ મામલામાં હું પોતાને દોષી નથી ગણતો
- કોર્ટની બહારે બોલ્યાં- 5 વર્ષમાં જેટલી તાકાતથી લડ્યો, હવે 10 ગણી વધુ તાકાતથી લડીશમુંબઈઃ મારી લડાઈ વિચારધારાની છે અને તે માટે ભવિષ્યમાં પણ સંઘર્ષ કરતો રહીશ, એમ કોંગ્રેસના માજી રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે મુંબઈમાં જણાવ્યું હતું. દિવંગત પત્રકાર ગૌરી લંકેશની હત્યા આરએસએસ અને ભાજપની વિચારધારાના લોકોએ કરી છે એવી ટ્વીટ રાહુલે કરી હતી. તે પરથી તેમની સામે માનહાનિનો કેસ મુંબઈમાં શિવરી કોર્ટમાં ચાલી રહ્યો છે. શિવરી કોર્ટમાં તેમને રૂ. 15,000ના જાતમુચરકાના જામીન પર છોડી મુકાયા હતા.
કોંગ્રેસના માજી સાંસદ એકનાથ ગાયકવાડ તેમના ગેરન્ટર રહ્યા હતા. કોર્ટે હવે આગામી સુનાવણી 21 સપ્ટેમ્બરે રાખી છે. આ પછી તેમણે જણાવ્યું હતું કે હું કાયમ ખેડૂતો અને ગરીબોની પડખે રહ્યો છું અને તેમને માટે સંઘર્ષ કર્યો છે. મારી પર આક્રમણ ચાલુ છે પણ હું પાછળ નહીં હટીશ. હું દોષી નથી. ભવિષ્યમાં પણ મારો સંઘર્ષ આ રીતે જ ચાલુ રહેશે. મહારાષ્ટ્રમાં રાહુલ સામે બીજો માનહાનિ કેસ: સંઘ વિરુદ્ધ નિવેદન કરવા માટે મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધી સામે આ બીજો માનહાની કેસ છે. 2017માં સંઘ કાર્યકર્તા રાજેશ કુંતે ચૂંટણી રેલીમાં આપેલા એક નિવેદન સામે ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે રાહુલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા માટે આરએસએસને જવાબદાર ગણાવ્યા હતા.
છેલ્લાં 5 વર્ષ જેટલો સંઘર્ષ કર્યો તેનાથી દસગણી વધુ તીવ્રતાથી સંઘર્ષ ચાલુ જ રાખીશ, એમ તેમણે જણાવ્યું હતું. આ સમયે કોંગ્રેસના મહારાષ્ટ્રના પ્રભારી મલ્લિકાર્જન ખરગે, મિલિંદ દેવરા, સંજય નિરૂપમ, અમીન પટેલ, ભાઈ જગતાપ સહિતના નેતાઓ હાજર હતા. કાર્યકરો કોર્ટની બહાર મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને રાહુલ ગાંધી આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ એવા નારા લગાવતા જોવા મળ્યા હતા.
હું દોષી નથી: રાહુલે કોર્ટમાં કહ્યું
કોર્ટમાં હાજર રહેલા રાહુલ પોતાના વક્તવ્ય પર મક્કમ છે. મારો આ પ્રકરણે કોઈ દોષ નથી એમ તેમણે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું. દરમિયાન કાર્યકરોએ કોર્ટની બંને તરફ ભીડ કરી હતી. આ પૂર્વે રાહુલ એરપોર્ટ પર આવ્યા ત્યારે પણ પ્રચંડ ભીડ કરીને શક્તિપ્રદર્શન કર્યું હતું.રાહુલે રાજીનામું નહીં આપવું જોઈએ
દરમિયાન શિવરી કોર્ટની બહાર કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ રાહુલનું અધ્યક્ષપદનું રાજીનામું સ્વીકારવું નહીં જોઈએ. રાહુલે રાજીનામું નહીં આપવું જોઈએ એવો અનુરોધ કર્યો હતો. દેશની આજની સ્થિતિ જોતાં રાહુલે તે પદ પર રહેવું જરૂરી છે, એમ ભાઈ જગતાપે જણાવ્યું હતું. રાહુલે વધુ 4 પ્રકરણોમાં દેશની અલગ અલગ કોર્ટમાં હાજર થવું પડવાનું છે.
Array
ગૌરી લોકેશ હત્યાકાંડ : રાહુલ ગાંધીને RSS માનહાનિ કેસમાં 15 હજાર રૂપિયાની સિક્યોરીટી એમાઉન્ટ પર જામીન મળ્યા
- Advertisement -
- Advertisment -