Saturday, April 26, 2025
Homeઆજ થી સમગ્ર ગુજરાત મા અષાડી સુદ એકાદસીથી અષાડી સુદ પુનમ સુધી...
Array

આજ થી સમગ્ર ગુજરાત મા અષાડી સુદ એકાદસીથી અષાડી સુદ પુનમ સુધી પાંચ દીવસનુ કુવારીકાઓનુ ગૌરી વ્રત ચાલુ…..

- Advertisement -

કાંકરેજ તાલુકા નાં થરા માં આજે ગૌરી  વ્રતની શરૂઆત થઈ રહી છે. આ વ્રત નાની વયની બાળાઓનુ વ્રત છે આ વ્રતમા બાળાઓ જવારાની પુજા કરીને ભગવાન શીવની ભક્તિ કરવા માટે શીવ મંદીરે જશે. ગૌરી વ્રત સંસ્કારી પતિ મેળવવા કુવારીઓ આ વ્રત કરતી હોય છે. અને આ વ્રત કરનારને શંકર પાર્વતીની ક્રુપાથી અપાર સુખ મળે છે. અને અષાડ સુદ એકાદસીથી અષાડ સુદ પુનમ સુધીનુ એટલે કે પાંચ દીવસનુ આ વ્રત રાખવામા આવે છે. આ વ્રત જયા પાર્વતીનુ સૌ પ્રથમ વ્રત માતા પાર્વતીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા કર્યુ હતુ.

આ વ્રતમા મોળો ખોરાક લેવામા આવે છે. અને વ્રતના અંતીમ દીવસે બાળાઓ રાત્રીનુ જાગરણ કરતી હોય છે. અને આ વ્રતમા બાળાઓ જવારાની પુજા કરતી જોવા મળશે જે માટીના કે અન્ય કોઈ વાસણમા સાત પ્રકારના અનાજ વાવીને ઉગાડવામા આવે છે. તેમા ઘઉ, જવ, તુવેર, ડાંગર, જાર, તલ અને ચોખા સહીત સાત ધાનનુ વિશેષ મહત્વ હોય છે. આમ આજથી ગૌરી વ્રતની શુભ શરૂઆત થતા નાના બાલીકાઓ પોત પોતાના ઘરે જવારા વાવી ને ભગવાન શિવ પાર્વતીના આ વ્રતનો મહિમા અપરમપાર છે. અને ત્યાર બાદ જાગરણના બીજા દિવસે ભ્રાહ્મણને ભોજનનુ સીધુ આપીને વ્રત પુર્ણ કરવામા આવે છે. ત્યાર બાદ પાંચ વર્ષ આ વ્રતના  થતા  આ વ્રતની ઉજવણી કરવામા આવે છે.ત્યારે આજે રામજી મંદિર માં નાની બાલિકા પૂજાઅર્ચના માટે રામજી મંદિર માં જતી દેખાય છે જ્યાં રામજી મંદિર નાં પૂજારી પ્રવીણભાઈ એ પૂજાઅર્ચના કરાવી હતી

રીપોર્ટર : માનસિંહ ચૌહાણ, CN24NEWS, કાંકરેજ, બનાસકાંઠા 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular