Wednesday, March 26, 2025
Homeગોત્રી GMERS હોસ્પિટલમાં પોલીસ ચોકી વિના દર્દીઓનેે ગોરવાના 8 કિમીના ધક્કા
Array

ગોત્રી GMERS હોસ્પિટલમાં પોલીસ ચોકી વિના દર્દીઓનેે ગોરવાના 8 કિમીના ધક્કા

- Advertisement -

ગોત્રીની જીએમઇઆરએસ હોસ્પિટલમાં દરરોજ એક હજારથી વધુ દર્દીઓ નાની-મોટી સારવાર માટે આવતાં હોય છે. જેમાં અકસ્માત કે મારામારીમાં ઘાયલ થયેલા દર્દીઓ અને તેમના પરિવારજનોને પોલીસ કાર્યવાહી માટે છેક ગોરવા પોલીસ સ્ટેશન સુધીના ધક્કા ખાવા પડે છે. આવનજાવનના 8 કિલોમીટરના ફેરા પડે છે. હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમવર્ગના જ લોકો મોટેભાગે સારવાર માટે આવતાં હોય છે. આ ધક્કા ખાવાને લીધે તેમને રિક્ષાભાડો બીનજરૂરી ખર્ચ ભોગવવો પડે છે. એટલું જ નહીં સમય પણ વેડફાય છે. ઘણીવાર કેમ્પસમાં પણ ચોરી કે મારામારીના કિસ્સા બને ત્યારે પોલીસને જાણ કર્યા બાદ પણ ગોરવાથી અહીં આવતાં અડધો કલાકથી કલાક જેટલો સમય નીકળી જાય છે. મેડિકલ કોલેજ પણ આ જ કેમ્પસમાં છે જેમાં 1200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એટલું જ નહીં આ કેમ્પસ અને તેની સામેના ભાગમાં પણ હોસ્પિટલના સ્ટાફ અને અધિકારીઓ માટેના સેંકડો ફલેટ્સ છે . જો અહીં પોલીસ ચોકી શરૂ કરવામાં આવે તો લોકોને જ નહીં હોસ્પિટલ સત્તાધીશોને પણ ઉપયોગી થઇ શકે છે. રાત્રે કેન્ટીનના પાછળના ભાગમાં દેશી રાત્રે દારૂ પીવાતો હોવાનું પણ ચર્ચાય છે.

હોસ્પિટલ દ્વારા 3 વર્ષ પહેલાં રજૂઆત થઇ હતી

હોસ્પિટલમાં પોલીસ ચોકી શરૂ કરવા માટે જીએમઇઆરએસ તંત્ર દ્વારા 3 વર્ષ પહેલા પણ રજૂઆત કરાઇ હતી. પણ કોઇ પરિણામ મળ્યું ન હતું. હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ ડો. વિશાલા પંડ્યાએ જણાવ્યું કે, ‘અેસએસજીમાં પોલીસ ચોકી છે જ. અહીં હોય તો ઉપયોગી થાય તેમ છે. આ અંગે અમે પોલીસ વિભાગ સમક્ષ રજૂઆત કરી છે અને તેમણે પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે.’

ગોરવાના એક તરફના ફેરાનો રૂ.80નો ખર્ચ

હાલમાં જો કોઇ વ્યક્તિને નાની- મોટી ઇજા થઇ હોય અને ઇપીઆરના કેસ હોય તો તેમને ગોરવા પોલીસ સ્ટેશન જવું પડે છે. આવનજાવનના રિક્ષામાં ભાડા પેટે રૂ.80થી રૂ.100નો ખર્ચ થાય છે. જો મોડી રાત્રે જવાનું થાય તો આ ખર્ચ વધીને દોઢ ગણો થઇ જાય છે. જો પોલીસ ચોકી હોસ્પિટલ કેમ્પસમાં જ હોય તો ગરીબ- મધ્યમવર્ગીય લોકોના રૂપિયા અને સમયનો ‌વેડફાટ અટકે.

સ્ટાફ પર હુમલાના બનાવો પણ બન્યા છે

હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં સ્ટાફ પર હુમલાના છાશવારે બનાવો બને છે. ત્યારે પોલીસને જાણ કરતાં તે અડધાથી એક કલાકે હોસ્પિટલમાં આવે છે. જો પોલીસ ચોકી શરૂ થાય તો સ્ટાફની સલામતીની બાબતમાં નચિંત રહી શકે. ચોરીઓની ઘટના પણ બનતી અટકી જાય તેમ છે. હાલમાં કેઝ્યુઅલ્ટીની બાજુમાં એક કેબિન અને એક રૂમ ખાલી જ પડ્યાં છે. તેનો આ ચોકી માટે ઉપયોગ થઇ શકે છે.

મારામારી અને ચોરી જેવા બનાવોમાં પણ પોલીસને આવતાં અડધો કલાક થાય છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular