ગાવસ્કરે વિરાટ અને અનુષ્કા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી, સોશિયલ મીડિયા પર લોકોએ કહ્યું- એક મહાન ક્રિકેટરની શરમજનક હરકત

0
5

ગુરુવારે રાત્રે IPL મેચમાં કોમેન્ટરી દરમિયાન સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના અંગત જીવન વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. આ બાબતે સોશિયલ મીડિયા પર લોકોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. કેટલાક લોકોએ તો એવું કહ્યું કે ગાવસ્કર જેવા મહાન ક્રિકેટર પાસેથી આવા પ્રકારનાં શબ્દો અને ભાષાની અપેક્ષા ક્યારેન ન હતી. ગાવસ્કરે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કિંગ્સ ઇલેવન પંજાબની મેચ દરમિયાન વિરાટ અને અનુષ્કા પર ટિપ્પણી કરી હતી. ગાવસ્કરનું નિવેદન અહીં લખી શકાય તેમ નથી.

વિરાટ ફ્લોપ રહ્યો હતો

RCBના કેપ્ટન વિરાટ કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ તમામ મોરચે નિષ્ફળ રહ્યો. ફિલ્ડિંગ દરમિયાન તેણે લોકેશ રાહુલના બે કેચ છોડ્યા હતા. રાહુલે 132 રન બનાવ્યા હતા. બાદમાં આરસીબી એકલા રાહુલની બરાબર સ્કોર પણ કરી શકી નહીં. વિરાટની બેટિંગ અને કેપ્ટનશિપ પર પણ સવાલ ઊઠ્યા હતા. તેણે જોશ ફિલિપ જેવા યુવા બેટ્સમેનને પોતાની ઉપર બેટિંગ કરવા મોકલ્યો. ફિલિપ કંઈ ખાસ કરી શક્યો નહીં. આ પછી બેટિંગ માટે આવેલા કોહલી પાંચ બોલમાં માત્ર એક રન બનાવી શક્યો હતો.

વિરાટના પ્રશંસકો નારાજ

ગાવસ્કરની આ ટિપ્પણી વિરાટના ચાહકોએ નારાજગી વ્યક્ત કરી. તેમણે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. કેટલાક ચાહકોએ BCCI સમક્ષ ગાવસ્કરને કોમેન્ટરી પેનલમાંથી હટાવવાની માગ કરી હતી.

એક પ્રશંસકે કહ્યું- જો ગાવસ્કર જેવા મહાન ખેલાડી કોમેન્ટરી દરમિયાન અનુષ્કા અને વિરાટના અંગત જીવન પર ટિપ્પણી કરે છે, તો એ એક શરમજનક હરકત છે. બીજા ચાહકે કહ્યું- એ ખૂબ જ શરમજનક છે. ખેલાડીના જીવનમાં સારા અને ખરાબ સમય આવતો જ હોય છે. ગુરુવારની મેચ વિરાટ માટે સારી સાબિત થઈ નહોતી.

ગાવસ્કરનાં નિવેદન સામે લોકોએ આ રીતે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
(ગાવસ્કરનાં નિવેદન સામે લોકોએ આ રીતે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.)

 

આપ સન્માન ગુમાવી ચૂક્યા છો

વિરાટના ચાહકો જ નહીં, પણ કેટલાક સામાન્ય ક્રિકેટચાહકોએ પણ ગાવસ્કરનાં નિવેદનને બેજવાબદાર ગણાવ્યાં છે. એક યુઝરે કહ્યું- ગાવસ્કર સાહેબ, તમે અમારી નજરમાં પડી ગયા છો, તમે સન્માન ખોઈ બેઠા છો. આ વિધાન તમારી માનસિકતાને રજૂ કરવા માટે પૂરતું છે. બીજા એક યુઝરે કહ્યું – ગાવસ્કરે તેમનાં નિવેદન માટે માફી માગવી જોઈએ.

કેટલાક ચાહકોએ કહ્યું હતું કે હવે તે ગાવસ્કર પ્રત્યેનું સન્માન સમાપ્ત થઈ ગયું.
(કેટલાક ચાહકોએ કહ્યું હતું કે હવે તે ગાવસ્કર પ્રત્યેનું સન્માન સમાપ્ત થઈ ગયું.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here