Wednesday, September 29, 2021
Homeગાવાસકરની આગાહી : ભારત 4-0 કે 3-1થી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરિઝ જીતશે
Array

ગાવાસકરની આગાહી : ભારત 4-0 કે 3-1થી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરિઝ જીતશે

દિગ્ગજ ક્રિકેટર અને ભારતના પૂર્વ ઓપનર સુનિલ ગાવાસકરે ફરી એક વખત રાજકોટના બેટસમેન ચેતેશ્વર પૂજારાની તરફેણ કરી છે.

બે વર્ષથી પૂજારા ટેસ્ટ ક્રિકેટમાં સેન્ચુરી ફટકારી શક્યો નથી ત્યારે ગાવાસકરે કહ્યુ હતુ કે, પૂજારાએ પોતાની આગવી શૈલીથી આંતરરાષ્ટ્રિય સ્તરે પોતાનુ આગવુ સ્થાન ઉભુ કર્યુ છે. તેણે આ સ્ટાઈલ પર વિશ્વાસ રાખવો પડશે. જો ટીમ મેનેજમેન્ટને પૂજારા જે પ્રકારે બેટિંગ કરે છે તેના પર વિશ્વાસ ના હોય તો બીજા કોઈને અજમાવી લેવા પર વિચાર કરવો જોઈએ.

ગાવાસકરે કહ્યુ હતુ કે, પૂજારાએ પોતાની આગવી બેટિંગ શૈલી માટે મહેનત કરી છે. તે એક છેડો સાચવી રાખે છે અને તેના કારણે બીજા ખેલાડી પાસે પોતાના શોટ રમવાનો મોકો હોય છે. કારણકે તેને ખબર હોય છે કે, સામેનો છેડો પૂજારા સાચવી લેશે. મને લાગે છે કે, પૂજારાએ પોતાના પર વિશ્વાસ રાખીને તેને જે શ્રેષ્ઠ લાગે તે પ્રકારે બેટિંગ કરવી પડશે. ભારત માટે તેણે શાનદાર દેખાવ ભૂતકાળમાં કર્યો છે.

તેમણે કહ્યુ હતુ કે, ત્રણ દિવસની મેચમાં સદી ફટકારનાર કે એલ રાહુલને ઓપનિંગમાં રોહિત શર્માની સાથે ઉતારવા માટે ટીમ મેનેજમેન્ટે વિચાર કરવો જોઈએ. સદી ફટકાર્યા બાદ તેનો આત્મ વિશ્વાસ વધ્યો હશે. 2018ના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પણ રાહુલે ઓવલ ટેસ્ટમાં સેન્ચુરી ફટકારી હતી.

ગાવાસકરે ભવિષ્યવાણી કરી છે કે, ભારત ઈંગ્લેન્ડ સામે 4-0 અથવા તો 3-1થી સિરિઝ જીતશે. જો ગરમી વધારે હશે તો ભારત 4-0થી જીતશે. હાલમાં ઈંગ્લેન્ડની ટીમ નબળી પડી છે. તેની બેટિંગ પણ વીક થઈ છે.

સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, કોહલી અને એન્ડરસન વચ્ચેના જંગમાં કોહલી હાવી રહેશે. 2018માં કોહલીએ જે રીતે બેટિંગ કરી હતી તે જોતા આ વખતે પણ આ બંનેના જંગમાં કોહલી વિજેતા થશે.

ઉલ્લેખનીય છે કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ઓગસ્ટથી પાંચ ટેસ્ટની સિરિઝનો પ્રારંભ થશે. પહેલી ટેસ્ટ નોટિંગહામમાં રમાવાની છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments