ગેઈલે આઈપીએલને કહી દીધુ બાય બાય ?

0
6

ઈન્ડિયન પ્રિમીયર લીગ-2020માં કિંગ્સ ઈલેવન પંજાબ પ્લેઓફમાં ક્વોલિફાઈ કરી શકી નથી પરંતુ આ ટીમે ચાહકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. પંજાબે 2 સુપરઓવર રમી અને અમુક મેચ તો અંતિમ ઓવર સુધી દોરી ગઈ હતી. પંજાબના દરેક મુકાબલામાં ચાહકોના ધબકારા વધી જ ગયા હતા. જો કે જ્યારે પંજાબની પ્લેઈંગ ઈલેવનમાં યુનિવર્સ બોસની એન્ટ્રી થઈ તો તેણે એકતરફી મેચ જીતવાનું શરૂ કરી દીધું હતું. ક્રિસ ગેઈલને પંજાબે પહેલાં સાત મેચમાં તક આપી નહોતી પરંતુ જ્યારે આ દિગ્ગજને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી કે તેણે ટીમને સતત પાંચ મેચ જીતાવીને પ્લેઓફમાં પહોંચવાની આશા જગાવી દીધી હતી. જો કે પ્લેઓફમાં પંજાબ પહોંચી શકી નહોતી કેમ કે સુપરકિંગ્સ વિરુદ્ધ તેનો પરાજય થયો હતો.

પંજાબની સફર ખતમ થતાંની સાથે જ ક્રિસ ગેઈલે એક ભાવુક ટવીટ કર્યું હતું. આ ટવીટ બાદ ચાહકોને લાગી રહ્યું છે કે ક્રિસ ગેઈલે ક્રિકેટમાંથી સન્યાસ લઈ લીધો છે ! ગેઈલે એક ટવીટ કર્યું છે જેમાં તેણે લખ્યું છે કે ‘કૃપા કરીને આઈપીએલ જોવાનું યથાવત રાખશે, ભલે મારી સીઝન ખતમ થઈ ગઈ હોય. થેન્ક યુ.’ ગેઈલના આ ટવીટ બાદ ચાહકો તેના સન્યાસની અટકળો લગાવતાં થઈ ગયા છે. ટવીટ બાદ ચાહકોએ તેને નિવૃત્તિ સંબંધી સવાલો પણ પૂછી લીધા હતા. બીજી બાજુ આ ટવીટમાં ગેઈલ શું કહેવા માગે છે તે કોઈ નથી જાણતું કેમ કે તે ખુદ કહી ચૂક્યો છે કે હજુ આગળના વર્ષો સુધી તે ક્રિકેટ રમવાનો છે.

ઉલ્લેખનીય છે કે ગેઈલને પંજાબે માત્ર સાત મેચમાં તક આપી અને તેમાં તેણે 41.14 રનની સરેરાશથી 288 રન બનાવ્યા હતા. આ દરમિયાન ગેઈલે 3 અર્ધસદી પણ બનાવી હતી જેમાંથી એક મુકાબલામાં તે રાજસ્થાન વિરુદ્ધ 99 રન બનાવીને આઉટ થયો હતો. ગેઈલે માત્ર 7 મેચમાં 23 છગ્ગા લગાવ્યા અને આ સાથે જ તેણે ટી-20 કરિયરના પોતાના 1000 છગ્ગા પણ પૂર્ણ કરી લીધા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here