Thursday, March 28, 2024
HomeT-20 મેચ પહેલા GCAએ છેલ્લી ઘડીએ લીધો મોટો નિર્ણય, સ્ટેડિયમની ક્ષમતાના માત્ર...
Array

T-20 મેચ પહેલા GCAએ છેલ્લી ઘડીએ લીધો મોટો નિર્ણય, સ્ટેડિયમની ક્ષમતાના માત્ર 50 ટકા દર્શકોને પ્રવેશ

- Advertisement -

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે આ વચ્ચે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 સીરીઝની પહેલી મેચ આજે યોજાવાની છે. બીજી તરફ ઘાતક કોરોનાના કહેર વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં કોવિડ-19 રોગચાળાને અનુલક્ષીને ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ.) દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. સ્ટેડિયમની ક્ષમતાના માત્ર 50 ટકા દર્શકોને પ્રવેશ આપવામાં આવશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શરૂ રમાનારી T20 મેચની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અમદાવાદીઓ મેચ જોવા માટે ભારે ઉત્સુક હતા. તેઓ ટિકિટ લેવા માટે પડાપડી કરી રહ્યા હતા. મેચ માટેની ઓફલાઈન ટિકિટનું વેચાણ શરૂ થતાં જ મોટી સંખ્યામાં અમદાવાદીઓ મોદી સ્ટેડિયમ ખાતે ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં લોકો એકઠાં થતાં પોલીસ બોલાવવી પડી હતી અને એક તબક્કે પોલીસને પણ ભીડને કાબૂ કરવા માટે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

1 લાખથી પણ વધુ દર્શકોને બેસવાની છે ક્ષમતા

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દુનિયાનુ સૌથી મોટુ સ્ટેડિયમ છે, અને સ્ટેડિયમમાં ક્ષમતા 1 લાખથી પણ વધુ દર્શકોને બેસવાની છે. પરંતુ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પ્રથમ ટી-20માં ગુજરાત ક્રિકેટ એસોસિએશને સ્ટેડિયમને પુરેપુરુ ખીચોખીચન ભરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હવે જીસીએએ પોતાના જ નિર્ણયમાં ફેરવી તોળ્યુ છે. જીસીએએ નિર્ણય લીધો છે કે હવે સ્ટેડિયમને 50 ટકા જ ભરવામાં આવશે, એટલે કે સીરીઝની તમામ મેચોમાં સ્ટેડિયમમાં દર્શકોની સંખ્યા 50 ટકા જ રાખવામાં આવશે.

કોરોનાની તમામ ગાઈડલનનું પાલન કરવામાં આવ્યું

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 12 માર્ચ 2021થી 20 માર્ચ 2021 સુધી રમાનારી પાંચ T-20 ઇન્ટરનેશનલ મેચમાં માત્ર 50 ટકા બેઠક ક્ષમતાનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. કોવિડ-19 રોગચાળા સંબંધિત તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે અને સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજરનું પાલન કરવામાં આવી રહ્યું છે.

સંપૂર્ણ સ્ટેડિયમને સેનેટાઇઝ પણ કરવામાં આવ્યું

પ્રેક્ષકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સ્ટેડિયમને સેનેટાઇઝ પણ કરવામાં આવ્યું છે. કોવિડ-19 રોગચાળા સંબંધિત માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે અને તમામ જરૂરી સુરક્ષા પગલાંઓનું પાલન થાય તે માટે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરવામાં આવી છે.

ઇંગ્લેન્ડને ટેસ્ટ શ્રેણીમાં 3-1થી હરાવ્યા પછી ભારત હવે ટી-20 શ્રેણી જીતવાના મિશન સાથે ઇંગ્લેન્ડ સામે ઉતરશે. તમામ પાંચેય ટી-20 અમદાવાદમાં જ રમાનાર છે. મેચનો પ્રારંભ સાંજે 7.00થી થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular