ચીખલી : GEB ના જુનિયર ઈજનેર વંકાલ વતી ૫,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

0
172
ઘરની આગળ વિજપોલ ખસેડવાના કામ માટે જુનિયર ઈજનેર જયેશ ભાઈ લલ્લુભાઇ પટેલ રહે (વંકાલ – વજીફા)  વતી રોજમદાર રૂ. ૫,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયો.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ચીખલી તાલુકાના એક ગામના વ્યક્તિ પાસે ઘરની આગળથી વિજપોલ ખસેડવા માટે અગાઉ વાતો કરી હતી.જે બાબતે ચીખલી વિજકંપનીની કચેરીમાં રોજમદાર તરીકે કામ કરતા ભીખુભાઇ ઉર્ફે ભગુભાઈ ઝીણાભાઈ આહિર (રહે.સિયાદા દાદરી ફળીયા તા.ચીખલી) એ બે દિવસ પૂર્વે ફરિયાદી પાસે રૂ.૨,૫૦૦/- લીધા બાદ બીજા નાણાંની માંગણી કરતા ફરિયાદીએ છોટાઉદેપુર એસીબીને કરતા બુધવારની બપોરના એકાદ વાગ્યના અરસામાં ચીખલી કોલેજ સર્કલ પાસે છટકું ગોઠવતા  જીઇબીના રોજમદાર રૂપિયા ૫,૦૦૦/- ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ જતા જેની પૂછતાછ કરતા આ લાંચની રકમ જીઇબીના જુનિયર ઈજનેર વતી લીધી હોવાનું જણાવતા એસીબી પોલીસે ગુનો નોંધી ચીખલી વીજ કંપની કચેરીના જુનિયર ઈજનેર જયેશભાઇ લલ્લુભાઇ પટેલ (રહે.વંકાલ વજીફા ફળીયા) (હાલ રહે.સોમનાથ રેસિડન્સી બીલીમોરા રોડ તા.ગણદેવી) તથા રોજમદાર ભીખુ ઝીણાભાઈ આહિર (રહે.સિયાદા તા.ચીખલી) ની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here