Thursday, February 22, 2024
Homeદેશગેહલોતે હંમેશા તેમને નકામા કહ્યો પરંતુ હું હંમેશા ગેહલોતને પિતાની જેમ માંનું...

ગેહલોતે હંમેશા તેમને નકામા કહ્યો પરંતુ હું હંમેશા ગેહલોતને પિતાની જેમ માંનું છું : પાયલોટ

- Advertisement -

રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે ફરી એકવાર સચિન પાયલોટે માસ્ટર દાવ રમ્યો છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી અશોક ગેહલોતે હંમેશા તેમને નકામા કહ્યા છે પરંતુ તેમણે હંમેશા ગેહલોતને પિતાની જેમ માન્યાછે અને સ્વીકાર પણ કર્યા છે. પાયલોટે કહ્યું કે, ગેહલોત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માંગે છે. જોતે આમાં સફળ થાય છે, તો તેમણે ખૂબ ખૂબ શુભકામનાઓ. આ પહેલા પાયલટે પાર્ટી હાઈકમાન્ડને મળીને પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. આશ્વાસન આપવામાં આવ્યું છે કે, જો તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તો ધારાસભ્યોની વ્યવસ્થા કરવાની જવાબદારી તેમની છે અને તેઓ તે કરશે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના કેન્દ્રીય રાજકારણમાં જવાની હલચલ વચ્ચે રાજસ્થાન કોંગ્રેસમાં રાજકીય ધમાસાણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. અહીં એક તરફ સચિન પાયલટે મુખ્યમંત્રી બનવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે, તો બીજી તરફ અશોક ગેહલોત તેમને કોઈ પણ સંજોગોમાં મુખ્યમંત્રી બનતા જોવા માંગતા નથી.  હજુ બે દિવસ પહેલા જ રાજસ્થાન પહોંચેલા નિરીક્ષકોએ ધારાસભ્યોની બેઠક બોલાવી ત્યારે ગેહલોતના કહેવાથી તમામ ધારાસભ્યો સ્પીકર સીપી જોશીના ઘરે એકઠા થયા હતા અને રાજીનામા સુપરત કર્યા હતા.

આ તરફ રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ પછી અજય માકન, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ ઉપરાંત રાજસ્થાનમાં નિરીક્ષક બનીને કમલનાથે પણ સોનિયા સાથે મુલાકાત કરી હતી. આ તમામ નેતાઓએ રાજસ્થાનમાં ચાલી રહેલા હંગામા પર ઘણું વિચારમંથન કર્યું હતું. એવું માનવામાં આવે છે કે, પાર્ટી ચીફ અવાજ ઉઠાવનારા બળવાખોર ધારાસભ્યોને કારણ બતાવો નોટિસ આપી શકે છે. નિરીક્ષકોનો રિપોર્ટ મળતાં જ સોનિયા પગલાં લઈ શકે છે એવી ચર્ચા છે.

મહત્વનું છે કે, ભારત જોડો યાત્રા દરમ્યાન રાહુલ ગાંધીને મળ્યા બાદ સચિન પાયલોટે હાલ મૌન રહેવાનો નિર્ણય લીધો છે. તેઓ કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. આ દરમ્યાન તેઓ તેમના સમર્થક ધારાસભ્યોના પણ સતત સંપર્કમાં છે. તેમણે તાજેતરની સ્થિતિને ધ્યાનમાં રાખીને ધારાસભ્યોને ચૂપ રહેવા પણ કહ્યું છે. સચિનના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે હાઈકમાન્ડને ખાતરી આપી છે કે, જો તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તો ધારાસભ્યોને સાથે લાવવાની જવાબદારી તેમની રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular