રાજસ્થાન માં ગેહલોત Vs પાયલટ : અશોક ગેહલોતની મીટિંગમાં 90 ધારાસભ્યો પહોંચ્યા, પાયલટ સમર્થક 4 MLA પણ હાજર;કોંગ્રેસ નેતા પુનિયાએ કહ્યું- પાયલટ હવે ભાજપમાં

0
9

જયપુર. રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે થોડીવારમાં ધારાસભ્ય પક્ષની બેઠક શરૂ થઈ ગઈ છે. જેમાં ફરજીયાતપણે હાજર રહેવા માટે પાર્ટીએ તમામ ધારાસભ્યો માટે વ્હીપ જાહેર કર્યું છે. જેના પ્રમાણે, જો કોઈ ધારાસભ્ય કોઈ કારણ વગર ગેરહાજર રહેશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આ પહેલા રવિવાર સાંજે ડેપ્યુટી સીએમ સચિન પાયલટે દાવો કર્યો હતો કે 30 કોંગ્રેસના ધારાસભ્ય તેમના સમર્થનમાં છે અને રાજ્યની ગેહલોત સરકાર લઘુમતીમાં છે. આ સાથે જ પાયલટે મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે મતભેદ પણ સ્પષ્ટ કર્યો હતો. પાયલટે કહ્યું કે, તે સોમવારે થનારી ધારાસભ્ય પક્ષને બેઠકમાં સામેલ નહીં થાય. જો કે રાજસ્થાન કોંગ્રેસના ઈન્ચાર્જ અવિનાશ પાંડેએ દાવો કર્યો છે કે અમારી પાસે 109 ધારાસભ્યોના સમર્થન પત્ર છે. ગેહલોત સરકાર બહુમતીમાં છે.

અપડેટ્સ 

  • આ બેઠકમાં 90 ધારાસભ્ય પહોંચ્યા છે. જેમાંથી સચિન પાયલટના સમર્થક ચાર ધારાસભ્ય પણ સામેલ છે.
  • છત્તીસગઢના કોંગ્રેસ પ્રભારી પીએલ પુનિયાએ દાવો કર્યો કે સચિન પાયલટ હવે ભાજપમાં છે. કોંગ્રેસ અંગે ભાજપનું શું વલણ છે, એ તો સૌને ખબર છે. આમા અમારે ભાજપ પાસેથી કોઈ સર્ટિફિકેટની જરૂર નથી, કોંગ્રેસમાં તમામ નેતાઓ અને કાર્યકર્તાઓનું સન્માન થાય છે.
  • પાયલટના ભાજપમાં જોડાવાની સંભાવનાઓ અંગે રાજસ્થાનમાં પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયાએ કહ્યું કે, સચિન પાયલટનું ભાજપમાં સ્વાગત છે. આ લડાઈના મૂળ કોંગ્રેસનો આંતરિક વિવાદ છે.
  • સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સચિન પાયલટ આજે નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. કોંગ્રેસના એક તૃતીયાંશ ધારાસભ્યોના સામેલ થવાનો દાવો કરાઈ રહ્યો છે. આ રીતે રાજ્યમાં ત્રીજા મોર્ચાની રચના થઈ શકે છે. ‘પ્રગતિશીલ કોંગ્રેસ’ના નામે ત્રીજો મોર્ચો ઊભો કરવાની શક્યતા છે.
  •  બે ધારાસભ્યોના ઘરે સોમવારે ઈનકમ ટેક્સના છાપા મારવામાં આવ્યા હતા. ધારાસભ્ય ધર્મેન્દ્ર યાદવ અને રાજીવ અરોડાના ઘરે વિભાગની ટીમ પહોંચી હતી. બન્ને ગેહલોતના અંગત હોવાનું માનવામાં આવી રહ્યું છે.
  • રાજસ્થાનમાં કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ કહ્યું કે, પાયલટ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, મેસેજ પણ કર્યો પરંતુ તેમણે જવાબ નથી આપ્યો.

SOGની નોટિસ પછી પાયલટ નારાજ

પાયલટ ધારાસભ્યોના ખરીદ વેચાણ અંગે તપાસ કરી રહેલી SOGની નોટિસ મળ્યા પછીથી નારાજ છે. તેમણે કોંગ્રેસના અન્ય અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. આ સાથે જ CM ગેહલોતે રવિવારે રાતે 9 વાગ્યે ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. ત્યારપછી ગેહલોત સમર્થક ધારાસભ્યે દાવો કર્યો કે આપણા જેટલા ધારાસભ્ય જશે, એનાથી વધુ ધારાસભ્ય આપણે ભાજપ પાસેથી લઈને આવીશું.

દિલ્હી ગયેલા બે ધારાસભ્યોના સુર બદલાયા

દિલ્હી ગયેલા કોંગ્રેસના ધારાસભ્યો દાનિશ અબરાર અને રોહિત બોહરાએ જયપુર આવીને કહ્યું કે તેઓ વ્યક્તિગત કારણોના લીધે દિલ્હી ગયા હતા. મીડિયાએ જે કહેવું હોય તે કહી શકે છે. અમે કોઇ પણ વિવાદમાં સામેલ થવા માગતા નથી. અમે કોંગ્રેસના સિપાહી છીએ અને છેલ્લી ઘડી સુધી કોંગ્રેસની સાથે જ રહીશું.

મોડી રાતે મુખ્યમંત્રી આવાસમાં જમવા માટે 115 ધારાસભ્ય ગયા હોવાનો સરકારી દાવો

મુખ્યમંત્રી ગેહલોતે રવિવારે રાતે સરકારના તમામ મંત્રીઓને સરકારી આવાસ પર જમવા માટે બોલાવ્યા હતા. કેબિનેટ મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું કે, સરકાર પાસે પૂર્ણ બહુમતી છે. લગભગ 115 ધારાસભ્ય આ ભોજનમાં સામેલ થયા હતા.

શું કહે છે સમીકરણ

પાયલટનો દાવો છે કે તેમના સંપર્કમાં 30થી વધુ ધારાસભ્ય છે. તેને સાચું માનીએ તો ગેહલોત સરકાર લઘુમતીમાં આવી જશે. કોંગ્રેસના 107માંથી 30 ધારાસભ્ય રાજીનામું આપે તો ગૃહમાં ધારાસભ્યોની સંખ્યા 170 થઈ જશે. એવામાં બહુમતી માટે 86 ધારાસભ્યોની જરૂર પડશે. 30ના રાજીનામા પછી કોંગ્રેસ પાસે 77 ધારાસભ્ય બચશે. એક RLD ધારાસભ્ય પહેલાથી તેમની સાથે છે એટલે કોંગ્રેસની કુલ સંખ્યા 78 થશે. એટલે કે બહુમત કરતા 8 ઓછી. તો આ તરફ RLPના 3 ધારાસભ્ય મળીને ભાજપ પાસે 75 ધારાસભ્ય છે. સરકાર બનાવવા માટે ભાજપને અપક્ષ તોડવા પડશે. રાજ્યના 13 ધારાસભ્યોમાં હાલ 10 કોંગ્રેસ સમર્થક છે. જો આમાથી ભાજપ 8 ધારાસભ્યોને પોતાની તરફ કરી લેશે તો ભાજપની સરકાર બની શકે છે.

SOG તપાસમાં સામે આવી ધારાસભ્યોને 25 કરોડ આપવાની વાત

  • SOGના જણાવ્યા પ્રમાણે, તેને ગેરકાયદે હથિયાર અને વિસ્ફોટક સામગ્રીની ચોરી સાથે જોડાયેલા મામલામાં મોબાઈલ નંબર 9929229909 અને 8949065678ને સર્વિસાન્સ પર લીધા હતા.
  • સર્વિલાન્સ પર લેવાયેલા મોબાઈલની વાતચીતમાં સામે આવ્યું છે કે રાજ્યસભા ચૂંટણી પહેલા સરકાર પાડવાનું કાવતરું કરાયું હતું. ધારાસભ્યોને 25-25 કરોડ રૂપિયા આપવાની માહિતી પણ સામે આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here