Wednesday, September 28, 2022
Homeદેશગેહલોતને અધ્યક્ષ બનવું છે પણ મુખ્યમંત્રીની ખુરશી છોડવા તૈયાર નહીં : સોનિયા...

ગેહલોતને અધ્યક્ષ બનવું છે પણ મુખ્યમંત્રીની ખુરશી છોડવા તૈયાર નહીં : સોનિયા ગાંધી

- Advertisement -

કોંગ્રેસ અધ્યક્ષ પક્ષની ચૂંટણી માટેની સૂચના જાહેર થયાના એક દિવસ પહેલા રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. સૂત્રો અનુસાર, સોનિયા ગાંધીએ બેઠકમાં અશોક ગેહલોતેને કહ્યું કે પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણી સ્વતંત્ર અને નિષ્પક્ષ થશે. હું પોતાની વ્યક્તિગત સ્વીકૃતિ કોઈને નહીં આપું. સાથે જ સોનિયા ગાંધીએ એમ પણ  સ્પષ્ટ કરી દીધું કે ‘વન પર્સન – વન પોસ્ટ’નો સિદ્ધાંત ત્યારે સામે આવશે, જ્યારે ઉમેદવારને અંતિમ રૂપ આપવામાં આવશે અને ઉમેદવાર જીતી જશે. અશોક ગેહલોત સાંજે ચાર વાગ્યે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા હતા. લગભગ બે કલાકની મુલાકાત બાદ ગેહલોતે કંઇપણ કહ્યું નથી.

સોનિયા સાથે મિટિંગ પહેલા ગેહલોતે બે ટૂક કહી હતી કે તેઓ પાર્ટીનો નિર્ણય માનશે, પરંતુ પહેલા રાહુલ ગાંધીને અધ્યક્ષ બનવા માટે માનાવવાની એક છેલ્લી કોશિશ કરશે. ગેહલોતે દિલ્હીમાં સંકેત પણ આપ્યા હતા કે તેઓ અધ્યક્ષ અને મુખ્યમંત્રી બંનેની જવાબદારી સંભાળી શકે છે, જોકે એ સ્પષ્ટ થયું નથી કે અધ્યક્ષ બનવાની સ્થિતિમાં જો તેમને મુખ્યમંત્રી પદથી હટવું પડે, તો તેમની જગ્યાએ કોને જવાબદારો સોંપવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આવી સ્થિતિમાં ગેહલોત ઇચ્છશે કે તેમની કોઈ નજીકની વ્યક્તિ જ મુખ્યમંત્રી બને. જોકે, સચિન પાયલટનાં નજીકનાં નેતાઓનું કહેવુ છે કે આવતા વર્ષે થનાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા આ જવાબદારી પાયલટને સોંપવામાં આવવી જોઈએ. પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂરે ચૂંટણીની મોસમમાં પ્રવેશવાના સ્પષ્ટ સંકેત આપ્યા બાદ હવે એવી શક્યતા પ્રબળ બની છે કે 22 વર્ષ પછી દેશની સૌથી જૂની પાર્ટીના વડા ચૂંટણી દ્વારા ચૂંટાશે.

થરુરે કોંગ્રેસના મુખ્યાલયમાં પહોંચીને પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી પ્રાધિકરણનાં પ્રમુખ મધુસૂદન મિસ્ત્રી સાથે મુલાકાત કરી અને નામાંકનની પ્રક્રિયા વિશે જાણકારી મેળવી. આમ તો, અમુક અન્ય નેતાઓનાં પણ ચૂંટણીના મેદાન પર ઊતરવાની સંભાવનાઓને નકારી ન શકાય. ગેહલોત આજે કેરળ પહોંચી રહ્યા છે, જ્યાં તેઓ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે અને અધ્યક્ષ પદ માટે ચૂંટણીમાં લાદવાનો આગ્રહ કરશે તથા ભારત જોડો યાત્રામાં પણ સામેલ થશે. અધ્યક્ષ પદની ઉમેદવારીને લઈને ગેહલોતે કહ્યું હતું કે પાર્ટીએ મને બધુ જ આપ્યું છે. ગત 40-50 વર્ષોથી હું પદ પર જ રહ્યો છું, મારા માટે હવે કોઈ પદ મહત્વપૂર્ણ નથી. મારા માટે માહત્વપૂર્ણ છે કે જે જવાબદારી મળશે કે જે જવાબદારી મારે લેવી જોઈએ, તે હું નિભાવીશ. જો તેઓ કહેશે કે મારે નામાંકન કરવાનું છે તો હું કરીશ.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ અધ્યક્ષ બનશે તો તેઓ મુખ્ય પ્રધાન તરીકે પણ કામગીરી ચાલુ જ રાખશે, તો તેમણે કહ્યું, “અમે આ ઠરાવ પસાર કર્યો છે, જ્યાં બે પદ છે, જ્યાં નામાંકિત છે… આ ચૂંટણી દરેક માટે છે.” આમાં કોઈ પણ ઊભું રહી શકે છે… પછી તે સાંસદ હોય, ધારાસભ્ય હોય, મંત્રી હોય, મુખ્યમંત્રી હોય. કાલે કોઈ રાજ્યનો મંત્રી કહેશે કે મારે ઊભા રહેવું છે, તો તે રહી શકે. તેઓ મંત્રી પણ રહી શકે છે અને કોંગ્રેસ અધ્યક્ષ પણ બની શકે છે. તેમણે કહ્યું કે, સમય જ કહેશે કે હું (મુખ્યમંત્રી) રહીશ કે નહીં. હું ત્યાં રહેવા માંગીશ જ્યાં મારા થકી પાર્ટીને ફાયદો થાય, હું પાછળ નહીં હટુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular