દહેગામ : તાલુકા પંચાયતમાં સામાન્ય સભા મળી, મનરેગાનુ બજેટ, તાલુકા પંચાયતનુ બજેટ જેવા મુદ્દાઓની ચર્ચાઓ કરવામા આવી

0
18

દહેગામ તાલુલા પંચાયતની સામાન્ય સભામા નવી તાલુકા પંચાયતની જગ્યા નક્કી કરવા બાબત, મનરેગાનુ બજેટ, તાલુકા પંચાયતનુ બજેટ જેવા મુદ્દાઓની ચર્ચાઓ કરવામા આવી હતી.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પંચાયત હોલ ખાતે આજે સામાન્ય સભા મળી હતી તેમા આ સામાન્ય સભા સ્થાનિક ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી રૂબીબેન રાજપુત, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી કનુભાઈ પટેલ તેમજ કોંગ્રેસ અને ભાજપના સદસ્યો  આ સામાન્ય સભામા ઉપસ્થિત રહેવા પામ્યા હતા. અને તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને આ સામાન્ય સભા મળી હતી. તેમા તાલુકા પંચાયતનુ નવુ મકાનની જગ્યા નક્કી કરવા બાબતની રજુઆતો કરવામા આવી હતી અને મનરેગાનુ બજેટ અને તાલુકા પંચાયતનુ બજેટની ચર્ચા વીચારણા તેમજ અંગુઠલાની પ્રાથમિક શાળાનુ મકાન તેમજ ધારીસણાથી નવાનગરનો રોડ તુટી ગયો છે તેની રજુઆત તેમજ ૩૮ લાખની રકમ સરકારલક્ષી ગ્રાંટ લાઈન મુજબ એક એક લાખ સદસ્યને વાપરવાની આ સામાન્ય સભામા રજુઆતો થવા પામી હતી. આમ આજની સામાન્ય સભા ખુબ જ શાંતીમય માહોલમા પસાર થવા પામી હતી. આ સામાન્ય સભામા ભાજપ અને કોંગ્રેસના ૨૫ જેટલા સદસ્યો હાજર રહેવા પામ્યા હતા.

  • દહેગામ તાલુકા પંચાયતમા સામાન્ય સભા મળી આ સભામા વિવિધ મુદ્દાઓનુ ચર્ચાઓ કરવામા આવી
  • દહેગામ તાલુકા પંચાયની સામાન્ય સભામા કોંગ્રેસ અને ભાજપના કુલ ૨૫ જેટલા સદસ્યો હાજર રહેવા પામ્યા હતા
  • આ સામાન્ય સભા ખુબ જ શાંતીમય માહોલમા સમાપ્ત થવા પામી હતી

રિપોર્ટર :અગરસિંહ ચૌહાણ, દહેગામ, ગાંધીનગર 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here