સેના પ્રમુખની લેહ મુલાકાત : જનરલ નરવણે આજે લેહમાં સુરક્ષા સ્થિતિની તપાસ કરશે.

0
0

નવી દિલ્હી. સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે મંગળવારે લેહની મુલાકાત કરવાના છે. એક દિવસ પહેલાં જ ભારત અને ચીન વચ્ચે મોલ્ડોમાં લેફ્ટિનન્ટ જનરલ લેવલની બીજી મીટિંગ થઈ છે. જનરલ નરવણે અહીં જમીન સ્તરની સીમા સુરક્ષાની માહિતી મેળવશે. તે સાથે જ સેનાની 14 કોર્પ્સના ઓફિસર્સ સાથે થેયલી મીટિંગમાં શું પ્રગતિ આવી છે તે વિશે પણ ચર્ચા કરશે.

આ પહેલાં તેમણે સોમવારે દિલ્હીમાં સેનાના કમાન્ડર્સ સાથે બેઠકમાં લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની સીમા વિશે પણ સંપૂર્ણ માહિતી મેળવી હતી. સેનાની કમાન્ડર મંગળવારે પ્રેસ કોન્ફરન્સ પણ કરશે.

ભારત-ચીન વચ્ચે બીજી બેઠક 11 કલાક ચાલી

15 જૂનની રાતે હિંસક ઝપાઝપી પછી સોમવારે ભારત-ચીન વચ્ચે મોલ્ડોમાં લેફ્ટિનન્ટ જનરલ લેવલની બીજી મીટિંગ થઈ હતી. ભારત તરફથી 14મી કોરના કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ હરિંદર સિંહે ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતે આ બેઠકમાં પૂર્વી લદ્દાખના પૈંગોંગ ત્સો વિસ્તારમાં ચીની સૈનિકોને હટાવવાની માંગણી કરી હતી.
ભારતીય ઓફિસરોએ ગલવાનમાં થયેલી હિંસક ઝપાઝપી વિશે નારાજગી વ્યક્ત કરી છે. ઝપાઝપીને ચીનનું કાવતરું અને ક્રૂરતા ગણાવવામાં આવી છે. ભારતની માંગ છે કે, ચીન લદ્દાખમાં તેમના સૈનિકોની પોઝિશન એપ્રિલ પ્રમાણે કરે.

ચીને સ્વીકાર્યું, તેમના કમાન્ડિંગ ઓફિસરનું મોત થયું

ચીનની સેનાએ પહેલીવાર માન્યું કે, 15 જૂને ગલવાનમાં થયેલી હિંસક ઝપાઝપીમાં તેમના કમાન્ડર ઓફિસર સહિત 2 સૈનિકોના મોત થયા છે. જોકે રિપોર્ટ્સમાં પહેલાં ચીનના 40થી વધુ સૈનિકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ગલવાનમાં ચીની સૈનિકોએ ભારતીય સેના પર કાંટાળા તારથી હુમલો કર્યો હતો. જેમાં 20 જવાન શહીદ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here