દરિયાદિલી : બોલિવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાને દિનેશ કાર્તિકની કરી મદદ

0
4

બોલિવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાન લોકોની મદદ કરવા માટે ઓળખાય છે. તેણે બોલિવૂડના સેલેબ્સની અનેક વાર મદદ કરી છે. ફરી એકવાર શાહરુખની દરિયાદિલીનો પુરાવો આપ્યો છે. ક્રિકેટર દિનેશ કાર્તિકે આ વાતનો ખુલાસો કર્યો છે. ઉલ્લેખનીય છે કે દિનેશ કાર્તિક આઈપીએલમાં શાહરુખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો.
શાહરુખ ખાને એકવાર દિનેશ કાર્તિકની મોટી મદદ કરી હતી. કાર્તિકે જણાવ્યું કે, જ્યાકે તે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કિંગ ખાને તેના માટે એક પ્રાઈવેટ જેટની વ્યવસ્થા કરી હતી. કાર્તિકે તાજેતરમાં જ ગૌરવ કપૂરના પોડકાસ્ટ શૉ પર આ વાતની જાણકારી આપી હતી. તેણે કહ્યું કે, દુનિયામાં શાહરુખ ખાન જેવા મોટા દિલવાળા લોકો ઘણાં ઓછા હોય છે. દુનિયાને તેમના જેવા વધારે લોકોની જરુર છે.

દિનેશે આગળ જણાવ્યું કે, માત્ર મારા માટે શાહરુખ ખાન બધાને પ્રાઈવેટ જેટથી પોતાના ખર્ચે ચેન્નાઈથી દુબઈ લઈ ગયા હતા. મારા માટે તે અવિશ્વસનીય વાત હતી. મેં આ પ્રકારની મદદની આશા નહોતી રાખી. હું મારા જીવનમાં ક્યારેય પ્રાઈવેટ જેટમાં નથી બેઠો, પરંતુ તેમણે મારા માટે આ કર્યું. તે એક શાનદાર વ્યક્તિ છે, હું તેમના માટે કંઈ પણ કરી શકુ છું.

પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો શાહરુખ ખાન હવે ફિલ્મ પઠાણમાં જોવા મળશે. ફિલ્મમાં તેમની સાથે દીપિકા પાદુકોણ પણ હશે. ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની આ એક્શન ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સિવાય તે અન્ય રસપ્રદ પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here