Saturday, April 20, 2024
Homeજામનગર : ભૂ માફીયા જયેશ પટેલ ની આશરે ચાર કરોડની મિલ્કત શીલ,
Array

જામનગર : ભૂ માફીયા જયેશ પટેલ ની આશરે ચાર કરોડની મિલ્કત શીલ,

- Advertisement -

જામનગર માં કરોડોની કિંમતની પારકી જમીન પચાવી પાડવાનાં તેમજ એડવોકેટની હત્યાનાં ગુન્નામાં આરોપી ભૂ માફીયા જયેશ પટેલની આશરે ચાર કરોડની મિલ્કત શીલ કરવામાં આવી છે.જયારે આરોપીહાલ વિદેશ નાશી ગયો હોય તેને પકડવા માટે પ્રક્રીયા ચાલી રહી છે. તેમ જામનગર જીલ્લા પોલીસ વડા શરદ સિંધલએ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ.

જામનગરનાં જાણીતા એડવોકેટ કીરીટભાઈ જોષીની તા.ર8-4-ર018 ના રોજ હત્યા નિપજાવાઈ હતી. આ કેઈસમાં આરોપી તરીકે જામનગરનાં નામચીન જમીન માફીયા જયેશ મુળજીભાઈ રાણપરીયા (જયેશ પટેલ)નું પણ નામ પોલીસ ફરીયાદમાં લખાવાયુ હતુ. પરંતુ આરોપી વિદેશ નાસી ગયો હોવાથી તેની ધરપકડ થઈ શકી નથી. આજે પત્રકાર પરીષદમાં માહીતી આપતા એસ.પી. શરદ સિંધલએ જણાવ્યુ હતું કે તેની તપાસ અનેક એજન્સીઓ દ્વારા ચલાવાઈ રહી છે.

 

ભૂ માફીયા જયેશ પટેલની આશરે ચાર કરોડની મિલ્કત શીલ કરવામાં આવી

આરોપી વિદેશ નાસી ગયો હોવાથી તેની ધરપકડ થઈ શકી નથી

જામનગર જીલ્લામા જયેશ પટેલની 37 મિલ્કતો ને સીલ કરવાની કાર્યવાહી

આરોપી જયેશ પટેલ  સામે અલગ અલગ કુલ 33 ગુન્નાઆ નોંધાયેલા છે

હવે તંત્ર દ્વારા તેની મિલ્કત જપ્તીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જામનગર જીલ્લામા જયેશ પટેલની 37 મિલ્કતો છે તેને સીલ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અને 10 મકાન, બે ફલેટ અને ચાર પ્લોટ શીલ કરવામાં આવ્યાં છે અન્ય આઠ મકાન અને બે ફલેટ ભાડે આપ્યા હોવાથી ભાડુઆતને નોટીસો પાઠવાઈ છે. જે મીલ્કતો ખાલી થયા પછી સીલ કરવામાં આવશે. હાલ તેની આશરે ચારેક કરોડ મિલ્કતો સીલ થઈ ચુકી છે. આરોપી હત્યા કેઈસ તેમજ અન્ય ગુન્નામાં નાસ્તો ફરતો હોય તા.ર9-4-18 ના રોજ લુક આઉટ નોટીસ તથા તા.13-પ-19 ના રોજ રેડ કોર્નર નોટીસ પ્રસીધ્ધ કરવામાં આવી છે.

બાઈટ : શરદ સિંઘલ, એસ.પી. જામનગર

 

આરોપી સામે અલગ અલગ કુલ 33 ગુન્નાઆ નોંધાયેલા છે. તેનાં નામે જે જે મિલ્કતો નોધાયેલ છે. તેમાં રણજીત સાગર માર્ગે પટેલ પાર્ક પાછળ ગોકુલ દર્શનમાં 11 પ્લોટ, દરેડ જીઆઈડીસી ફેસ 3 માં રેવન્યુ સર્વે નંબર ર8  માં  11  પ્લોટ ,  જોલી બંગલા, ઓશવાળ કોલોની સિધ્ધિ એપાર્ટમેન્ટ, એકફલેટ, આરામ કોલોની, ક્રિષ્ના સ્કુલ પાસે ગ્રીન રેસીડેન્સીમા બે ફલેટ, કૃષ્ણનગર જય ભગવાન એપાર્ટમેન્ટમાં એક ફલેટ, તથા દરેડ જીઆઈડીસીમાં ફેસ-3 મા એક પ્લોટનો સમાવેશ થાય છે.

 

રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર 

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular