કોરોના દુનિયામાં 3.67 કરોડ કેસ : જર્મનીમાં એપ્રિલ બાદ સંક્રમણના સૌથી વધુ કેસ, ફ્રાન્સમાં પણ સ્થિતિ બગડી.

0
0

દુનિયામાં કોરોનાના કેસનો આંક 3.67 કરોડને પાર થઈ ગયો છે. જ્યારે સાજા થનાર દર્દીઓની સંખ્યા 2 કરોડ 76 લાખ 33 હજાર 035થી વધુ થઈ છે. કોરોનાથી મૃત્યુઆંક 10.66 લાખથી વધુ થયો છે. આ આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણેના છે. યુરોપના મોટાભાગના દેશોમાં સંક્રમણની બીજી લહેર જીવલેણ સાબિત થઈ રહી છે. જર્મનીમાં એક જ દિવસમાં ચાર હજાર કેસ સામે આવ્યા છે. જ્યારે, સ્પેન સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે હવે પહેલાથી પણ વધુ કડક પ્રતિબંધ લગાવવામાં આવશે.

જર્મની: એક જ દિવસમાં 4 હજાર કેસ સામે આવ્યા

જર્મનીના હેલ્થ બોડી રોબર્ટ કોચ ઈન્સ્ટિટ્યૂટે ગુરુવારે રાત્રે એક નિવેદન આપતા માન્યું કે દેશમાં કોરોનાનું સંક્રમણ ભયજનક સ્તર પર પહોંચી રહ્યું છે. અહીયાં એક દિવસમાં 4 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. આનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે આ આરોગ્ય સંસ્થાએ તેને 10,000 પ્રતિ દિવસ સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરી છે. આરોગ્ય પ્રધાન જેન્સ સ્પાહને કહ્યું- અમે મુશ્કેલ સંજોગોમાં પણ ઘણું સારું કર્યું છે. સંક્રમણને ટૂંક જ સમયમાં નિયંત્રિત કરવા માટેની એક યોજના તૈયાર છે. આ માટે તમામ સમુદાયો સાથે પણ વાતચીત થઈ રહી છે. બર્લિન અને ફ્રેન્કફર્ટમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.

ફ્રાન્સ: ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ

યુરોપીયન દેશોની વાત કરીએ તો સૌથી વધુ સંક્રમણ ફ્રાન્સમાં જોવા મળી રહ્યું છે. અહીયાં 24 કલાકમાં કુલ 18 હજાર 746 નવા કેસ સામે આવ્યા છે. પોઝિટિવ ટેસ્ટ પરિણામના દરમાં 9.1%નો વધારો નોંધાયો છે. ખાસ વાત તે છે કે આ ગત મહિનાથી 5% વધુ છે. ગત મહિને આ દર 4.5% જ હતો. આરોગ્ય મંત્રી ઓલિવન વેરનએ કહ્યું કે, અમે અત્યારે હાઇ એલર્ટ પર છીએ. આશા છે કે જલ્દી જ સંક્રમણના સ્તર પર કાબૂ મેળવવામાં આવશે.

ન્યૂઝીલેન્ડ: જેસિંડાને ફાયદો

બ્લુમબર્ગમાં જાહેર થયેલા એક રિપોર્ટ પ્રમાણે, સંક્રમણ પર કાબૂ મેળવવાના મામલામાં ન્યૂઝીલેન્ડ અત્યાર સુધી સૌથી સફળ દેશ રહ્યો છે. ન્યૂઝીલેન્ડની સરકારે ખૂબ જ સારું કામ કર્યું છે અને દુનિયાના મોટા બિઝનેસ લીડર્સ પણ આ વાતને માની રહ્યા છે. એટલું જ નહીં આ લોકો અહી રોકાણનો પ્લાન પણ કરી રહ્યા છે. અહી આર્થિક રિકવરી દર પણ બીજા દેશોથી ખૂબ જ સારો છે. આ માટે જે ઇન્ડેક્સ રેટિંગ જાહેર કર્યો છે, તેમાં ન્યૂઝીલેન્ડનો 238, જાપાનનો 204 અને તાઇવાનને 198 નંબર આપવામાં આવ્યો છે. અમેરિકા 10માં નંબર પર છે. રિપોર્ટ મુજબ, જેસિંડા અર્ડર્નની સરકારે એટલા સારા કામ કર્યા છે કે તેઓ બીજી ચૂંટણી પણ જીતી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here