કાશ્મીર મુદ્દે બધેથી જાકારો મળ્યા બાદ પાકિસ્તાને હવે જર્મનીને કરી આજીજી

0
28

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને  જર્મનીની ચાન્સલર એન્જેલા મર્કેલ સાથે કાશ્મીર મુદ્દે પર ફાન પર વાતચીત કરી. વાતચીત દરમિયાન ઈમરાન ખાને કહ્યું કે ભારત તરફથી જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને ખતમ કરતાં ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા પર પ્રભાવ પડશે. તેથી આંતરરાષ્ટ્રીય સમુદાયની તાત્કાલીક કાર્યવાહીની જવાબદારી છે. વિદેશ મંત્રાલય મુજબ, મર્કેલે કહ્યું કે જર્મની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. તેઓએ તણાવ ઓછો કરવા અને મુદ્દાઓનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ શોધવાની મહત્વતા પર ભાર મૂક્યો.

ભારતે પોતાનું વલણ દુનિયા સમક્ષ સ્પષ્ટ કરી દીધું છે

ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્પષ્ટ જણાવી દીધું છે કે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવવો તેનો આંતરિક મામલો છે. સાથમાં ભારતે પાકિસ્તાનને વાસ્તવિક્તાનો સ્વીકાર કરવાની પણ સલાહ આપી હતી. બીજી તરફ, પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ પણ માલદીવના પોતાના સમકક્ષ અબ્દુલ્લા શાહિદને કાશ્મીર મુદ્દે જાણકારી આપી. તેઓએ જણાવ્યું કે કુરૈશીએ માલદીવથી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે તથા વિવાદોના શાંતિપૂર્ણ સમાધાન માટે રચનાત્મક ભૂમિકા નિભાવવાની વિનંતી કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here