Saturday, April 20, 2024
Homeહવે Paytm Money પર માત્ર 16 રૂપિયાનું રોકાણ કરી મેળવો આકર્ષક રિટર્ન,...
Array

હવે Paytm Money પર માત્ર 16 રૂપિયાનું રોકાણ કરી મેળવો આકર્ષક રિટર્ન, જાણો વિગત

- Advertisement -

ફિનટેક કંપની પેટીએમની પેટાકંપની પેટીએમ મનીએ પોતાના પ્લેટફોર્મ પર એક્સચેંજ ટ્રેડેડ ફંડ્સ નું લોન્ચિંગ કર્યું છે. માર્કેટ રેગ્યુલેટર સેબીથી મંજૂરી મળ્યા બાદ પેટાકંપનીએ પોતાના પ્લેટફોર્મ પર ETFsની સુવિધા શરૂ કરી છે.

આપને જણાવી દઈએ કે ETF સિક્યોરિટીઝનું એક કલેક્શન હોય છે જેણે લોકો બ્રોકરેજ ફર્મના માધ્યમથી સ્ટોક એક્સચેંજ પર ખરીદી અને વેચી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ Paytm મનીના CEO વરુણ શ્રીધરે જણાવ્યું કે ETFs એવું રોકાણ છે જેણે ઓછા ખર્ચે માર્કેટ લિંક્ડ રિટર્ન્સ મેળવવા માટે દરેક વ્યક્તિએ પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કરવું જોઈએ. તેમણે કહ્યું કે તેઓ જરૂરી ફેક્ટર્સ સાથે એક યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસની રજૂઆત કરી રહ્યા છે. જેની જરૂર, એક યુઝરને પોતાની પસંદગીના ETFમાં અનુકૂળતા પ્રમાણે રોકાણ કરવા માટે પડી શકે છે.

માત્ર 16 રૂપિયામાં કરી શકો છો શરૂઆત.

મીડિયા રિપોર્ટ મુજબ પેટીએમ મનીનું કહેવું છે કે નવા રોકાણકારોને ધ્યાનમાં રાખીને આને સરળ અને સુવિધાજનક બનાવવાની કોશિશ કરવામાં આવી છે. પેટીએમ મનીના માધ્યમથી રોકાણકાર ઇક્વિટીમાં16 રૂપિયા, ગોલ્ડમાં 44 રૂપિયા અને નિફ્ટીમાં 120 રૂપિયા જેવી ઓછી એમાઉન્ટથી ETF રોકાણ શરૂ કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં ઇંડેક્સ, ગોલ્ડ, ઇક્વિટી અને ડેટ કેટેગરીમાં 69 જેવા ETFs હાજર છે. માહિતી મુજબ પેટીએમ મની પર ETFની લાઇવ પ્રાઇસ અપડેટ થતી રહેશે. રોકાણકારો ઓપન માર્કેટ અવરમાં સેલ ઓર્ડર નાખી શકે છે અને પૈસા સીધા પોતાના બેંક એકાઉન્ટમાં મેળવી શકે છે.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular