આ સરળ ટિપ્સથી શિયાળામાં મેળવો ચમકતી ત્વચા

0
13

શિયાળાની ઋતુમાં ત્વચા શુષ્ક અને બેજાન થઇ જાય છે. ગરમ પાણીથી સ્નાન કરવા, હીટર અને બ્લોઅરના વધુ ઉપયોગથી પણ સ્કિન ખરાબ થવા લાગે છે. ઠંડીની ઋતુઓમાં સ્કિનનું ખાસ ધ્યાન રાખવું પડે છે. કેટલીક ખાસ ટિપ્સ અજમાવીને આ ઋતુમાં પન બેદાગ અને ચમકતી ત્વચા મેળવી શકે છે.

સ્કિનને મૉઇશ્ચરાઇઝ રાખો : શિયાળામાં ચમકતી ત્વચા મેળવવા માટે તેને મૉઇશ્ચરાઇઝ રાખવું ખૂબ જ જરૂરી છે. તેનાથી સ્કિનની પ્રાકૃતિક નમી જળવાઇ રહે છે. તેના માટે તમે નારિયેળ તેલ, કેસ્ટર ઓઇલ, ઓલિવ ઑઇલ, છાશ અને કાકડીને નેચરલ મોઇશ્ચરાઇઝર સ્વરૂપમાં ઉપયોગ કરી શકે છે.

ખૂબ જ પાણી પીઓ : સામાન્ય રીતે લોકો શિયાળામાં ઓછું પાણી પીવે છે. પાણીની કમીના કારણે પણ સ્કિન શુષ્ક બની જાય છે. એટલા માટે ઠંડીની ઋતુમાં પણ શરીરમાં પાણીની ઊણપ થવા દેશો નહીં. પાણીનું પ્રમાણ વધારવા માટે તમે હુંફાળું પાણી પી શકો છો.

ચહેરાને હુંફાળા પાણીથી ધુઓ : શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવાથી માંસપેશીઓને આરમ મળે છે પરંતુ આ સ્કિન માટે યોગ્ય નથી ચહેરાને ગરમ અથવા ઠંડા પાણીની જગ્યાએ હુંફાળાં પાણીથી ધોવું વધારે ફાયદાકારક હોય છે.

સૂતાં પહેલાં માલિશ : જો તમે હેલ્ધી સ્કિન ઇચ્છો છો તો સૂતા પહેલાં કોઇ સારા મૉઇશ્ચરાઇઝરથી સ્કિનની માલિશ કરો. તેનાથી તમારી ત્વચા કોમળ થશે અને નિખાર વધશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here