Saturday, April 20, 2024
Homeનાસ્તામાં સામેલ કરો ચણા, ડાયાબિટીસ અને પેટ સંબંધિત સમસ્યાથી છુટકારો મેળવો
Array

નાસ્તામાં સામેલ કરો ચણા, ડાયાબિટીસ અને પેટ સંબંધિત સમસ્યાથી છુટકારો મેળવો

- Advertisement -

રાત્રે જમ્યા બાદ સવારનાં નાસ્તાનું ઘણું મહત્ત્વ હોય છે. સામાન્ય રીતે આ સમય 10 થી 12 કલાકનો હોય છે. એવામાં નાસ્તામાં પોષણયુક્ત ભોજન જરૂરી હોય છે. ઘણાબધા લોકોના સવારના નાસ્તામાં ચણા સામેલ હોય છે. ખાસકરીને કાળા ચણા જે ઘણાબધા પોષક તત્ત્વોનો ખજાનો છે. આ બજારમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. પલાળેલા ચણામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. આ કેટલીય બીમારીઓ સામે લડવામાં અમારી મદદ કરે છે. તેનાથી લોહી સાફ થાય છે અને આપણું મગજ પણ તેજ થાય છે. દરરોજ નાસ્તામાં તેનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. જાણો, તેના કયા મોટા ફાયદા છે.

ભરપૂર ઊર્જા મેળવો

પલાળેલા ચણામાં લીંબૂ, ઝીણું સમારેલું આદુ, બ્લેક પેપર પાઉડર, થોડુક સંચળ મિક્સ કરીને સવારે ખાવાથી સ્વાદિષ્ટ તો લાગે જ છે તમારો દિવસ પણ ઊર્જાથી ભરાઇ જાય છે. તેના સેવનથી તમારી કાર્યક્ષમતા પણ વધારો થાય છે અને મન-મસ્તિષ્ક પણ સ્વસ્થ રહે છે.

શરીરને મજબૂત બનાવે

પલાળેલા ચણાથી આપણા શરીરને સૌથી વધારે પોષણ મળે છે. પલાળેલા ચણામાં ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. તેના દરરોજના સેવનથી શરીરને કોઇ બીમારી થતી નથી. કાળા ચણાને આખી રાત પાણીમાં પલાળીને રહેવા દો અને સવારે બે મુઠ્ઠી ખાઓ.

ડાયાબિટીસની સમસ્યા દૂર કરવામાં મદદ કરે

જો તમે ડાયાબિટીસની સમસ્યાથી પરેશાન છો તો દરરોજ પોતાના ડાયેટમાં પલાળેલા ચણાને જરૂરથી સામેલ કરો. દરરોજ 25 ગ્રામ કાળા ચણાને રાત્રે પલાળીને સવારે ખાલી પેટ સેવન કરવાથી ડાયાબિટીસની સમસ્યા દૂર થાય છે. આ સાથે જ શરીર ઘણું એક્ટિવ રહે છે.

કબજિયાતમાં રાહત

ચણાને એક નિશ્ચિત પ્રમાણમાં પાણીની સાથે આખી રાત પલાળી દો. ત્યારબાદ સવારે પાણીથી ગાળીને તેમાં આદુ, જીરું અને મીઠું મિક્સ કરીને તેનું સેવન કરો. આ પ્રકારનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં ઘણી રાહત મળે છે. ફાઇબરનું પ્રમાણ વધારે હોવાને કારણે તે પાચનશક્તિમાં પણ મદદરૂપ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular