સૂકી ખાંસીથી એક જ દિવસમાં મળશે રાહત, અજમાવી જુઓ આ ઘરેલૂ ઉપચાર

0
24

સુકી ખાંસીના કેટલાય કારણ હોઇ શકે છે, જેવા કે વાઇરલ ઇન્ફેક્શન, શરદી, ફ્લૂ, ધૂમ્રપાન અથવા અન્ય રોગ જેવા કે અસ્થમા, ટીબી અથવા ફેફસાનું કેન્સર વગેરે. સુકી ખાંસી માટે તમે કેટલાક ઘરેલૂ ઉપચાર અપનાવી શકો છો. જાણો, શું છે સુકી ખાંસી દૂર ભગાવવાના ઘરેલૂ ઉપચાર

– તુલસીના કેટલાક પાનને પાણીમાં ઉકાળીને તેમાં થોડીક ખાંડ નાંખીને રાત્રે સૂતા પહેલા પીવું જોઇએ. આ સુકી ખાંસી માટેનો રામબાણ ઇલાજ છે.

– આ ઉપરાંત એક ચમચી હળદરને અજમા સાથે મિક્સ કરીને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. જ્યારે ઉકાળીને આ પાણી અડધુ થઇ જાય ત્યારે તેમાં થોડું મધ મિક્સ કરીને તેનું દિવસમાં ઓછામાં ઓછું ત્રણવાર સેવન કરો.

– સુકી ખાંસી થવા પર ગરમ દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી આરામ મળશે તેની સાથે જ ખાંસીના કારણે થતા છાતીના દુખાવાથી પણ રાહત મળશે. એટલા માટે એક ચમચી મધનું દિવસમાં ત્રણવાર સેવન કરો.

– આદુને દળીને એક વાટકીમાં તેનો રસ નિકાળી લો. તેમાં એક ચમચી મધ મિક્સ કરીને ધીમે ધીમે ચાટી લો. આ રીતે તમે સુકી ખાંસીથી છૂટકારો મેળવી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here