Home જીવનશૈલી 7 દિવસમાં પગમાં થયેલી કપાસી (કણી)ની સમસ્યાથી મળશે છૂટકારો, અજમાવો આયુર્વેદિક નુસખો

7 દિવસમાં પગમાં થયેલી કપાસી (કણી)ની સમસ્યાથી મળશે છૂટકારો, અજમાવો આયુર્વેદિક નુસખો

0
145

ફૂટ કોર્ન્સ એટલે પગની નીચે મોટા સફેદ, ગોળાકારક દાણા જેવું થવું, તેને કપાસી કે કણી કહેવામાં આવે છે જેનાથી તમને ખૂબ દુખાવો થાય છે. જ્યારે આ સમસ્યાનો સમય રહેતા ઇલાજ ન કરાવ્યો તો તમારે ઓપરેશન કરાવવું પડે છે. જોકે, કેટલાક લોકો માર્કેટમાં મળનારા ફુટ કોર્ન બેન્ડનો ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી કોઇ ખાસ ફરક જોવા મળતો નથી એવામાં આજે અમે તમને કેટલાક નેચરલ ઉપાય જણાવીશું. જેનાથી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવની શકો છો.

પગમાં કપાસી થવાના કારણ

પગની યોગ્ય રીતે સાચવણી ન કરવી
ખરાબ રીતે ચાલવાની આદત
લાંબા સમય સુધી હાઇ હીલ્સના ફૂટવેર પહેરવા
વધારે સમય ઉભા રહેવું
વધતું વજન

જાણો કપાસી દૂર કરવાના ઘરેલુ નુસખા

લસણ

એક પેનમાં 2-3 ટીપી ઘી ઉમેરો અને પછી તેમા લસણ ઉમેરી સાંતળી લો. હવે તેને કપાસી પર રાખી પટ્ટીથી કવર કરી લો. આવું ત્યાં સુધી કરો જ્યાં સુધી તમને આરામ ન મળે.

બેકિંગ સોડા

એક બાઉલમાં 3 ચમચી બેકિંગ સોડા, એક ચમચી પાણી મિક્સ રો. તેને 15-20 મિનિટ ફૂટ કોર્ન્સ પર લગાવો અને પાણીથી ધોઇ લો તમે પાણીમાં બેકિંગ સોડા ઉમેરીને પગ ડૂબાડી શકો છો. આ નુસખો ફૂટ કોર્ન્સ દૂર કરવાની સાથે ડેડ સ્કિન સેલ્સ નિકાળવામાં મદદ કરે છે.

વિનેગર

ગરમ પાણીમાં એક કપ વિનેગર ઉમેરીને તેમા 15 મિનિટ સુધી પગ ડૂબાડીને રાખો તે બાદ પગને ટુવાલથી સાફ કરી લો જૈતુન કે એરંડાના તેલથી માલિશ કરો પછી એક કપડાને વિનેગરમાં ડૂબાડીને કપાસી પર બાંધી દો તેને આખી રાત માટે રાખી મૂરો. રોજ આ ઉપાય કરવાથી તમને થોડાક દિવસમાં ફરક જોવા મળશે.

હળદરની પેસ્ટ

નવશેકા ગરમ સરસિયાના તેલમાં હળદર પાવડર મિક્સ કરીને ફુટ કોર્ન્સ્ પર લગાવો અને પટ્ટીથી કવર કરી લો તેને આખી રાત માટે રાખી મૂકો અને સવારે પાણીથી સાફ કરી સો. રોજ આવું કરવાથી તમને રાહત મળશે.

 

 

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by Live Score & Live Score App