સફેદ વાળની સમસ્યાથી કાયમ માટે મેળવો છૂટકારો, આ વસ્તુઓથી વાળ થશે કાળા

0
0

આપણી વ્યસ્ત લાઇફસ્ટાઇલ પ્રમાણે સફેદ વાળ એ દરેક લોકો માટે સમસ્યાનું કારણ બની ગયું છે. મહિલાઓ માટે સૌથી મોટુ ચિંતાનુ કારણ વાળનું સફેદ થવું છે. જો કે સમયની સાથે અને વધતી જતી ઉંમરની સાથે વાળ સફેદ થાય છે, પરંતુ આજકાલ 30 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો પણ સફેદ વાળની સમસ્યા થઇ રહી છે. આમ, જો તમે પણ સફેદ વાળથી હેરાન-પરેશાન થઇ ગયા હોવ તો આ ટિપ્સ તમને ખૂબ જ કામ લાગશે.

શિકાકાઈ

શિકાકાઇની ત્રણ ચાર ફળીઓ અને 10-12 અરીઠાને એક જગ પાણીમાં આખી રાત પલાળીને રાખો. પછી તેને ઉકાળો અને એક બોટલમાં ભરીને રાખો તથા તેનો ઉપયોગ પ્રાકૃતિક શેમ્પૂની જેમ કરો. આમળાના થોડા ટુકડા જુદા પલાળીને રાખો અને પછી તેને ઉકાળો અને તેનો ઉપયોગ કંડીશનરની જેમ કરો. આ ઉપચાર વાળની અનેક સમસ્યાઓ જેવી કે વાળનું સફેદ થવું, રુખાપણું, વાળનું પાતળું થવું અને વાળ ઉતરવા વગેરેને દૂર કરવામાં સહાયક હોય છે.

કાળા મરી

1 ગ્રામ કાળા મરી અને 1/2 કપ દહીંના મિશ્રણથી માથાની ત્વચાની માલિશ કરવાથી સફેદ વાળની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાય છે. આ મિશ્રણમાં તમે લીંબુનો રસ પણ
મેળવી શકો છો.

તુરિયા

તુરિયાને નારિયેળ તેલમાં મેળવીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે કાળા ના થઈ જાય, લગભગ ૩-૪ કલાક સુધી. આ તેલથી માથાની ત્વચાની માલિશ કરવાથી વાળને અકાળે
સફેદ થતા રોકી શકાય છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here