Categories
વ્યાપાર

ફાટી કે ગંદી થયેલી ચલણી નોટોમાંથી મળશે છુટકારો, રિઝર્વ બેંકે જાહેર કર્યા નવા નિયમો

રોજીંદા ઉપયોગમાં લેવામાં આવતી ચલણી નોટો ને સાચવવી અઘરી બની જાય છે. પાકિટ કે ખિસ્સામાં રાખવા છતાંયે તે અમુક સમયે ફાટી કે તુટી જતી હોય છે. ફાટી ગયેલી ચલણી નોટોનું કોઈ મુલ્ય રહી જતુ નથી અને લોકોને નુંકશાન થાય છે. પરંતુ RBI એ ફાટેલી નોટોને લઈને એક નવી જ ગાઈડલાઈન જાહેર કરી છે.

RBI તરફથી પણ ફાટેલી-જૂની નોટોને લઈને જાહેર કરેલી ગાઇડલાઇન પ્રમાણે ગ્રાહક બેંકમાં જઈને આ પ્રકારની નોટોને બદલી શકશે. ભારતીય રિઝર્વ બેંકના નિયમ મુજબ દરેક બેંકે જૂની, ફાટેલી કે વળેલી નોટ સ્વીકાર કરવી પડશે. તેની શરત એ હશે કે તે નકલી ન હોવી જોઈએ. જેથી હવે લોકો સરળતાથી પોતાની નજીકની બેંક બ્રાન્ચમાં જઈને નોટ બદલી શકશે. તેના માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં લાગે. સાથોસાથ તેના માટે તે બેંકના ગ્રાહક હોવું પણ જરૂરી નથી.

નોટ બદલવી બેંક પર આધાર રાખે છે કે તે બદલશે કે નહીં. તેના માટે કોઈ પણ ગ્રાહક બેંકમાં બળજબરી નહીં કરી શકે. બેંક નોટ લેતી વખતે એ ચેક કરશે કે નોટને જાણી જોઈને તો નથી ફાડવામાં આવી ને. આ ઉપરાંત નોટની સ્થિતિ શું છે. ત્યારબાદ જ તેને બદલવામાં આવશે. જો નોટ નકલી નહીં હોય અને તેની સ્થિતિ સારી હશે તો બેંક તેને સરળતાથી બદલી આપશે.

નોંધનીય છે કે, કેટલીક સ્થિતિઓમાં નોટોને બદલી નથી શકાતી. ભારતીય રિઝર્વ બેંકના નિયમો મુજબ, ખરાબ રીતે બળી ગયેલી, ટુકડે ટુકડા થવાની સ્થિતિમાં નોટોને નથી બદલી આપવામાં આવતી. આ પ્રકારની નોટોને આરબીઆઇની ઇસ્યૂ ઓફિસમાં જમા કરાવી શકાય છે.

પરંતુ આ પ્રકારની નોટોથી પોતાના બિલ કે ટેક્સની ચૂકવણી બેંકોમાં કરી શકાશે. ઉપરાંત આ પ્રકારની નોટોને બેંકમાં જમા કરી પોતાના ખાતાની રકમને વધારી શકો છો. પરંતુ જે પણ નોટ પર કોઈ સંદેશ લખ્યો હોય કે પછી કોઈ પ્રકારના રાજકીય સંદેશ લખ્યા હોય તે નોટોનો ઉપયોગ નહીં કરવાની સલાહ આપવામાં આવી છે. આમ ફાટેલી ચલણી નોટોની ઝંઝટમાંથી મિક્તિ મળશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *