આ સંકેત જણાય તો હોર્મોન્સની તપાસ કરાવો, કારણકે.

0
0

તમારા શરીરમાં દર મહિને હોર્મોનની વધ-ઘટ નિયમિત થતી રહે છે, પરંતુ અહીં આપેલા સંકેત દેખાય તો માની લો કે એમાં ગરબડ થઈ છે. તરત એનો ઉપાય કરો. ખાસ કરીને જો તમારી ઉંમર ૪૦ની ઉપર હોય તો તરત ડોક્ટરનો સંપર્ક કરો.

હોર્મોનની ગરબડ શું હોય?

શરીરમાં લોહીની સાથે જાતજાતના હોર્મોન વહેતા રહે છે, કારણ કે મગજ શરીરના દરેક અંગને કંઈ પણ કામ કરવાની સૂચના કોઈ ખાસ હોર્મોન વડે મોકલે છે. મહિલાઓને દર મહિને ગર્ભધારણની તૈયારીઓ માટે જાતજાતના હોર્મોન વારાફરતી લોહીમાં દોડતા રહે છે. ગર્ભ ન રહે તો કરેલી તૈયારીનો નિકાલ કરવા (માસિક સ્ત્રાવ) માટે નવી જાતના હોર્મોન એક પછી એક લોહીમાં દોડવા લાગે છે. આ નિયમિત વધ-ઘટ ચાલતી રહે છે અને એના કારણે મહિલાઓનો મૂડ દર મહિને ચોક્કસ દિવસોમાં અચાનક બદલાતો રહે છે, પરંતુ મૂડ ઉપરાંત શરીરમાં કેટલાક ફેરફાર દેખાય તો માનો કે હોર્મોનની ગરબડ થઈ રહી છે.

વજન વધવા લાગે તો

હોર્મોનમાં સમતુલા ખોરવાઈ જાય તો શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું પ્રમાણ વધી જાય છે. એના કારણે મગજ પર તાણ સર્જાય છે. તાણના કારણે ઊંઘ નથી આવતી અને ઊંઘ ઓછી થાય તો શરીરનું વજન વધી જાય છે. આવું થાય તો માનસિક તાણ ઓછી થાય એવા મનોરંજક વાતાવરણમાં રહો અને ૧૧ વાગતાં સૂઈ જવાની ટેવ કેળવો.

વધુ પડતો થાક લાગવા માંડે તો

લોહીમાં હોર્મોનની સમતુલા ખોરવાય તો લોહીમાં પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ પણ વધી જાય છે. એના કારણે બિનજરૂરી થાક લાગે છે. થાક લાગવા છતાં ઊંઘ નથી આવતી. થાક રહે અને ઊંઘ ન આવે તો સરવાળે ડિપ્રેશન આવે છે. બધાં કામ નકામાં લાગવાં માંડે છે. આવું થાય તો તરત ડોક્ટરને મળો

રાત્રે વધારે પરસેવો થવો

હોર્મોન્સમાં ગરબડ થઈ હોય તો શરીરનું તાપમાન ગમે ત્યારે વધ-ઘટ થયા કરે છે તેથી રાત્રે ઊંઘમાં શરીરે સામાન્ય કરતાં વધારે પરસેવો વળતો રહે છે.

વધારે પડતી ભૂખ લાગે તો

લોહીમાં એસ્ટ્રોજન હોર્મોનની ખોટ વર્તાય તો તમને વધારે પડતી ભૂખ લાગ્યા કરે છે. વધારે ખાવાથી કબજિયાત થઈ જાય અને પેટમાં સાધારણ દુખાવો થયા કરે છે. તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો.

ગુસ્સો અને કંટાળો રહે તો

હોર્મોન્સની ગરબડ થાય તો તમને વાતેવાતે ગુસ્સો અને કંટાળો આવ્યા કરે છે. નાનીનાની વાતે તમે ખિજાઈ જાવ છો.

લાંબો સમય પીરિયડ્ઝ અનિયમિત રહે

પીરિયડ્ઝ આવવાની ઘટના જાતજાતના હોર્મોન્સની સતત વધ-ઘટથી થાય છે. જો હોર્મોન્સમાં ગરબડ હોય તો પીરિયડ્ઝ પણ સતત અનિયમિત આવતા રહેશે.

સેક્સની ઈચ્છા જ ન થાય

હોર્મોનની ગરબડના કારણે લોહીમાં એસ્ટ્રોજન હોર્મોન ઓછા થઈ જાય છે. એસ્ટ્રોજન હોર્મોન જ તમને સેક્સ પ્રત્યે આકર્ષણ જગાવે છે. આ હોર્મોન ઓછા થઈ જાય તો તમને સેક્સમાં રુચિ જ નહીં રહે.

આ ઉપરાંત હોર્મોન્સની ગરબડના કારણે યાદશક્તિમાં નબળાઈ આવે છે. રોજબરોજની વસ્તુઓ પણ યાદ નહીં રહે. સાથે જ લોહીમાં હોર્મોન્સની ગરબડ હોય તો વારંવાર ખીલ થયા કરશે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here