Saturday, September 18, 2021
HomeLPG ગેસ સિલિન્ડર પર 900 રૂપિયાનું કેશબેક મળી રહ્યુ છે
Array

LPG ગેસ સિલિન્ડર પર 900 રૂપિયાનું કેશબેક મળી રહ્યુ છે

જો તમે સસ્તામાં LPG ગેસ સિલિન્ડર લેવા માગતા હોવ તો તમારી પાસે 31 જુલાઈ સુધી શાનદાર તક છે. પેટીએમથી LPGના બુકિંગ પર તમને 900 રૂપિયાનું કેશબેક મેળવી શકો છો. તે સિવાય પેટીએમ એક એવું ફીચર લાવ્યું છે જેના દ્વારા યુઝર બુકિંગના કલાકો બાદ પણ બીજા પ્લેટફોર્મથી પેમેન્ટ કરી શકે છે. આ મહિને 1 જુલાઈથી LPG ગેસ મોંઘો થઈ ગયો છે. દિલ્હીમાં LPG સિલિન્ડરનો ભાવ 834.50 રૂપિયા થઈ ગયો છે અને અમદાવાદમાં 841.50 રૂપિયા ભાવ છે. ત્યારે પેટીએમની આ ઓફર રાહત આપી શકે છે.

IOCLએ ટ્વીટ કરી

IOCLએ ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી છે. કંપનીએ પોતાની ટ્વીટમાં લખ્યું છે કે જો તમે પેટીએમ દ્વારા પેમેન્ટ કરીને સિલિન્ડર રિફિલ કરાવો છો તો તમને 900 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે. આ વિશે વધુ જાણકારી માટે તમે ઓફિશિયલ લિંક https://paytm.com/cylinder-gas-recharge/indane પર પણ વિઝિટ કરી શકો છો.

જાણો કેવી રીતે મળશે 900 રૂપિયા?

કંપનીના અનુસાર, જો તમે પહેલી વખત LPG સિલિન્ડર બુક કરી રહ્યા છો તો તમને 3 સિલિન્ડર બુક કરવા પર 900 રૂપિયા પાછા મળી શકે છે. ફર્સ્ટ ટાઈમ યુઝરને Paytm First Points પણ મળશે. આ પોઈન્ટમો ઉપયોગ વોલેટ બેલેન્સને રિડિમ કરવામાં કરી શકાશે. બુકિંગના 24 કલાકની અંદર તમને કેશબેકનું સ્ક્રેચ કાર્ડ મળી જશે. આ સ્ક્રેચ કાર્ડને 7 દિવસની અંદર ઉપયોગ કરવું પડશે. જો તમે તે સ્ક્રેચ કાર્ડને સ્ક્રેચ નથી કરતા તો કેશબેક અને ઓફર સેક્શનમાં જઈને તેને સ્ક્રેચ કરી શકો છો.

જાણો કેવી રીતે બુકિંગ કરી શકો છો?

Paytm નથી તો સૌથી પહેલા તેને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરીને અકાઉન્ટ બનાવી લો

Paytmમાં Show more પર ક્લિક કરવું પડશે.

‌‌Recharge અને Pay Bill પર ક્લિક કરો.

‌‌Book a cylinder પર ક્લિક કરો

તમારા ગેસ પ્રોવાઈડરને પસંદ કરો, જેમાં ભારત ગેસ, HPCL,ઈન્ડેનનો ઓપ્શન આપવામાં આવ્યો હશે.

હવે તમારો મોબાઈલ નંબર અથવા LPG Id એન્ટર કરો

ત્યારબાદ તમારે પેમેન્ટ કરવું પડશે.

ત્યારબાદ સ્ક્રેચ કાર્ડ આવી જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments