Home બનાસકાંઠા અંબાજી મંદિર ખાતે ઘટ સ્થાપન વિધિ યોજાઈ

અંબાજી મંદિર ખાતે ઘટ સ્થાપન વિધિ યોજાઈ

0
4
શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું છે આજથી સમગ્ર દેશમાં આસો નવરાત્રી નો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં આજે સવારે મા અંબાની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ માતાજીના વાઘ પાસે ભટ્ટજી મહારાજની ઉપસ્થિતિમાં અંબાજી મંદિર ના ચેરમેન અને તેમનો પરિવાર ઘટ સ્થાપન વિધિ માં બેસ્યા હતા, કોટેશ્વર નદીનું જળ લાવીને જવેરા સ્થાપન વિધિ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી કરવામાં આવી હતી આજે પ્રથમ નોરતે મોટી સંખ્યામાં ભક્તો મામાના મંદિરમાં આવી પહોંચ્યા હતા, અંબાજી મંદિરના ચેરમેનના હસ્તે વ્યસન મુક્તિનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.
17 ઓક્ટોબરથી સમગ્ર દેશમાં આસો નવરાત્રી નો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આજે શક્તિપીઠ અંબાજી મંદિરમાં વહેલી સવારથી માઇ ભકતો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા ચૈત્રી નવરાત્રિમાં અંબાજી મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું હતું ત્યારે આસો નવરાત્રીમાં માં ભક્તો અંબાજી મંદિર ખાતે મા અંબાના દર્શન કરવા માટે ઉમટ્યા હતા, શક્તિ દ્વારથી મા અંબાના ભક્તો મંદિરમાં દર્શન માટે સોશિયલ distance અને માસ્ક પહેરીને આવ્યા હતા, અંબાજી મંદિરના ચેરમેનના હસ્તે વ્યસન મુક્તિ નો કાર્યક્રમ યોજાયો હતો વર્ષોની પ્રણાલિકા પ્રમાણે અંબાજી મંદિરના વાઘ પાસે ઘટ સ્થાપન વિધિ યોજાઈ હતી જેમાં અંબાજી મંદિર ના ભટ્ટજી મહારાજ અને વિદ્વાન બ્રાહ્મણો આ વિધિમાં જોડાયા હતા આ સાથે અંબાજી મંદિર ના ચેરમેન આનંદ પટેલ પોતાના પરિવાર સાથે આ વિધિમાં બેઠા હતા મા અંબાની આરતી પણ કરવામાં આવી હતી અંબાજી મંદિર ખાતે આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
આજની વિધિ મા અંબાજી મંદિર ના ચેરમેન આનંદ પટેલ, વહીવટદાર એસ જે ચાવડા, ભટ્ટજી મહારાજ , હિસાબી અધિકારી, ટેમ્પલ ઇન્સ્પેક્ટર સહિત હાજર રહ્યા હતા.
રિપોર્ટર : મહેશ સેનમા, CN24દાંતા, અંબાજી, બનાસકાંઠા 
Live Scores Powered by Cn24news