ગુલામ નબી આઝાદની શ્રીનગર એરપોર્ટ પર અટકાયત, દિલ્હી મોકલી દેવાયા

0
30

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) માંથી કલમ 370 અને 35 એ હટાવવાનો વિરોધ કરી રહેલા કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ કાશ્મીરીઓને મળવા માટે ગુરૂવારે શ્રીનગર રવાના થયા. અહીં એરપોર્ટ પર તંત્રએ સુરક્ષાનાં કારણોથી તેમને અટકાવી દીધા. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની દ્રષ્ટીએ તંત્ર દ્વારા આ સુરક્ષા પગલું ઉઠાવાયું હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુલામ નબી આઝાદને શ્રીનગર એરપોર્ટ પહોંચતા અટકાવીને કસ્ટડીમાં લઇ લેવાયા છે. અહીંથી તેમને પરત દિલ્હી મોકલવામાં આવીરહ્યા છે. તેમને બપોરે 3.30ની વિસ્તારાની ફ્લાઇટથી પરત દિલ્હી મોકલી દેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ જમ્મુ કાશ્મીરનાં અલગતાવાદી વિચારધારાનાં તમામ નેતાઓને સરકારે નજર કેદ રાખેલા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતીમાં કોઇ પરિવર્તન આવે તેવું સરકાર ઇચ્છતી નથી અને શાંતિ જળવાઇ રહે તે મુખ્ય ઉદ્દેશ્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here