રોનાલ્ડો-મેસી અને સચિન સહિત દિગ્ગજોએ શ્રદ્ધાંજલિ આપી, મોદીએ કહ્યું- ફૂટબોલ લીજેન્ડને વિશ્વવ્યાપી ખ્યાતિ મળી

0
6

ફૂટબોલના લીજેન્ડ ડિએગો મેરાડોનાએ બુધવારે અંતિમ શ્વાસ લીધો હતો. 1986માં આર્જેન્ટિનાને વર્લ્ડ કપ જિતાડનાર મેરાડોનાને સૌરવ ગાંગુલી, ક્રિસ્ટીયાનો રોનાલ્ડો સહિત દિગ્ગજ ખેલાડીઓએ શ્રદ્ધાંજલિ આપી. માત્ર રમત જગત જ નહીં, પરંતુ PM નરેન્દ્ર મોદી સહિત નેતાઓ અને બોલીવુડ સ્ટાર્સે પણ મહાન ફૂટબોલરને યાદ કર્યા. સચિન તેંડુલકરે કહ્યું કે, આજે દુનિયા અને રમત જગતે એક મહાન ખેલાડીને ગુમાવી દીધા.

મેરાડોનાએ ફૂટબોલમાં ઘણી યાદગાર પળો આપી: નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મેરાડોનાને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વિટ કર્યું- ડિએગો મેરાડોના એક ફૂટબોલ લીજેન્ડ હતા. તેમની પ્રસિદ્ધિ વિશ્વવ્યાપી હતી. તેમણે અમને ફૂટબોલમાં ઘણી યાદગાર ક્ષણો આપી. તેમની અચાનક વિદાયથી બધાને આંચકો લાગ્યો છે.

રોનાલ્ડોએ કહ્યું- જાદુગર હતા

પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર રોનાલ્ડોએ ટ્વીટ કરીને કહ્યું કે, તેઓ જાદુગર હતા. તે અમને જલ્દી છોડીને જતા રહ્યા. તેઓ પોતાની લેગસી છોડીને ગયા છે. તમારી કમીને કોઈ પૂરી કરી શકશે નહીં, અમે તમને ક્યારેય ભૂલીશું નહીં.

મેસીએ કહ્યું – ડિએગો અનંત છે

આર્જેન્ટિનાના લિયોનલ મેસ્સીએ ટ્વીટ કર્યું કે આખા આર્જેન્ટિના અને ફૂટબોલ માટે દુઃખદ સમાચાર છે. તેઓએ અમને છોડીને નથી ગયા કારણ કે ડિએગો અનંત છે. હું હંમેશા તેમની સાથે વિતાવેલ સારા સમયને મારી જોડે રાખીશ.

 

એક દિવસ અમે આકાશમાં ઉપર એકસાથે ફૂટબોલ રમીશું : પેલે

પેલે ટ્વીટ કર્યું કે, આ બહુ દુઃખદ સમાચાર છે. મેં મારો સૌથી સારો મિત્ર ગુમાવ્યો છે. કહેવા માટે ઘણું બધું છે, પરંતુ અત્યારે હું ભગવાનને તેમના પરિવારને હિંમત આપવા પ્રાર્થના કરી રહ્યો છું. નિશ્ચિતરૂપે અમે એક દિવસ આકાશમાં સાથે ફૂટબોલ રમીશું.

ગાંગુલીએ કહ્યું- મારા હીરો નથી રહ્યા

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ટ્વીટ કર્યું કે, મારા હીરો નથી રહ્યા. મારા જીનિયસ હવે આપણી વચ્ચે નથી. હું માત્ર તમારા માટે જ ફૂટબોલ જોતો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here