ગિફ્ટ્સ કે લિયે કુછ ભી કરેગા : જાપાનનો એક યુવક એક સાથે 35 રિલેશનશિપમાં હતો

0
8

જાપાનના એક યુવકની પોલીસે ધરપકડ કરી છે. તેનું કારણ જાણીને તમે આશ્ચર્ય ચકિત થઈ જશો. તકાશી મિયાગાના નામના 39 વર્ષીય યુવકને એક જ સમયે 35 રિલેશનશિપમાં રહેવા માટે એરેસ્ટ કર્યો છે. તકાશી તમામ મહિલાઓને સિરિયસ રિલેશનશિપનો ઢોંગ કરતો હતો અને બર્થ ડે પર ઢગલો ગિફ્ટ્સ લેતો હતો.

બેક બર્થ ડે પર ગિફ્ટ્સ લેવા માટે મલ્ટિપલ રિલેશનશિપ
એકસાથે મલ્ટિપલ રિલેશનશિપમાં રહેવાનો તકાશીનો હેતુ બર્થ ડેના નામે ગિફ્ટ્સ લેવાનો હતો. તકાશી તમામ મહિલાઓને તેની ખોટી બર્થ ડેટ કહેતો હતો. અને વર્ષમાં અનેકો વખત તેનો બર્થ ડે ઉજવતો હતો અને આ મહિલાઓ પાસેથી એક્સપેન્સિવ ગિફ્ટ્સ લેતો હતો.

તેના લવર્સની લિસ્ટમાં યંગસ્ટર્સથી લઈને 47 વર્ષીય મહિલા પણ સામેલ છે. તેણે 47 વર્ષની લવર્સને કહેલું કે તેની બર્થ ડેટ 22 ફેબ્રુઆરીએ છે તો 40 વર્ષની ગર્લફ્રેન્ડ સાથે તે જુલાઈમાં બર્થ ડે સેલિબ્રેટ કરતો હતો. તો કેટલીક મહિલાઓ સાથે તે એપ્રિલમાં બર્થ ડે મનાવતો હતો. હકીકતમાં તેનો જન્મ દિવસ 14 નવેમ્બરના રોજ થયો છે.

તકાશીનો શિકાર 35 મહિલાઓ

તકાશીનો શિકાર બનેલી મહિલાઓ
તકાશીનો શિકાર બનેલી મહિલાઓ

જાપાનના મીડિયા રિપોર્ટ પ્રમાણે, કુલ 35 મહિલાઓ તકાશીનો શિકાર બની છે. જોકે હજુ ઘણી મહિલાઓ સામે આવી શકે છે. મિયાગાવા પર કુલ 100,000 જાપાનીઝ યેન (આશરે 69,442 રૂપિયા) માટે ઠગીનો આરોપ લાગ્યો છે. આ રકમ મહિલાઓના બર્થ ડે ગિફ્ટસ, કપડાં અને કેશની છે.

મલ્ટિપલ રિલેશનમાં ગિફ્ટ્સ લેવાની સાથે કંપનીને પણ પ્રોફિટ આપતો હતો

સિંગલ મહિલાઓને મેરેજના ખોટા વાયદા કરી માયાજાળમાં ફસાવતો હતો
સિંગલ મહિલાઓને મેરેજના ખોટા વાયદા કરી માયાજાળમાં ફસાવતો હતો

હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે તકાશી આ મહિલાઓને કેવી રીતે પોતાની માયાજાળમાં ફસાવતો હશે! તકાશી એક માર્કેટિંગ કંપનીમાં કામ કરે છે. તેનું કામ હાઈડ્રોજન વોટર શૉવર સહિતની પ્રોડક્ટ વેચવાનું છે. તે સિંગલ મહિલાઓને પોતાનો શિકાર બનાવતો હતો અને જલ્દી મેરેજ કરવાના ખોટા વાયદા કરતો હતો. આ મહિલાઓ પાસેથી તે ગિફ્ટ્સ તો પડાવી જ લેતો હતો સાથે જ પ્રોફિટ માટે શૉવર પણ વેચતો હતો.

આ તમામ મહિલાઓએ એક સાથે મળી તેનો ભાંડો ફોડ્યો હતો અને ફેબ્રુઆરીમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હવે તે પોલીસના સકંજામાં છે. આ વિચિત્ર કિસ્સો સામે આવતાં જ સોશિયલ મીડિયા પર યુઝર કમેન્ટ્સ કરી તકાશીની અવગણના કરી રહ્યા છે તો કેટલાક યુઝર્સે તેના ટાઈમ મેનેજમેન્ટના વખાણ કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here